સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 નવેમ્બર 2017 (11:31 IST)

પંચમહાલના સંવેદનશીલ વિસ્તાર ગોધરામાં 2022 સુઘી અશાંત ધારો લાગુ કરાયો

પંચમહાલ જિલ્લાનું ગોધરા રાજ્યના સંવેદનશીલ શહેર તરીકે જાણીતું છે. હવે આ શહેરમાં રાજ્ય સરકાર દ્વારા અશાંત ધારા લાગુ પાડવામાં આવ્યો છે. શહેરના 10 જેટલા વિસ્તારોમાં અશાંત ધારા લાગુ કરાયો છે. આ શહેરમાં હિન્દૂ અને મુસ્લિમ કોમ વચ્ચે વારંવાર કોમી વૈમનસ્ય ફેલાયાની ઘટના અગાઉ પણ બની ચૂકી છે. શહેરમાં બન્ને કોમની વસ્તી લગભગ અડધી અડધી છે.

પરંતુ જ્યાં બન્ને વસ્તી ને જોડતા વિસ્તારો છે ત્યાં વર્ષો થી કેટલાક ભૂમાફિયાઓ દ્વારા કાવતરા ભાગ સ્વરૂપે જમીન અને મકાન ખરીદી એક પ્રકારના અતિક્રમણની ફરિયાદો ઉઠવા પામેલ છે અને આ મામલે અનેક વાર બંને કોમ સામસામે આવી જાય એવા બનવો પણ બને છે. બન્ને કોમની વસ્તીને જોડતા વિસ્તારમાં અનેક મંદિર આવેલા છે જેની આસપાસના મકાનો મોં માંગી કિંમત આપી ખરીદી અને અતિક્રમણ કરવાના બનાવો બાદ ધાર્મિક સ્થાનો અન્ય કોમની વસ્તીમાં જતા રહેવાથી ધાર્મિક સ્થાન પર જવાનું ઓછું થઇ જવા પામ્યું છે. આ મામલે કેટલાક સંગઠનો દ્વારા અશાંત ધારો અમલમાં મૂકી એક કોમના અન્ય કોમને તેઓની સ્થાવર મિલ્કત વેચી ના શકે તેવી માંગણી છેલ્લા કેટલાક વર્ષોથી કરાઈ રહી હતી. જે માંગણીને સરકાર દ્વારા માન્ય રાખી વર્ષ 2022 સુધી ગોધરામાં અશાંત ધારો લાગુ પાડી દેવાયો છે.