શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 14 નવેમ્બર 2017 (10:38 IST)

ગુજરાતના ઘરોમાં બન્યા રહસ્યમયી નિશાન... મુસલમાનોમાં ડર

ગુજરાતના અમદાવાદ શહેરના પાલ્દી વિસ્તારના લોકો ભયભીત છે. અહી 10 મુસ્લિમ સોસાયટી અને હિન્દુ કોલોનીમાં લાલ રંગમાં (X) નું નિશાન બનાવી દેવામાં આવ્યુ છે અને આવુ એવા સમયે થયુ છે જ્યારે થોડા દિવસ પહેલા આ વિસ્તારમાં એક વિવાદાસ્પદ પોસ્ટર લગાવ્યુ હતુ. આ પોસ્ટરમાં ચેતાવવામાં આવ્યુ હતુ કે આ વિસ્તાર મુસ્લિમ વસ્તી થઈ ગયો છે. 
 
આ પોસ્ટરથી વર્ષ 2002માં રમખાણોની વિભિષિકાનો સામનો કરી ચુકેલા ડિલાઈટ એપાર્ટમેંટ્સના લોકો ચિંતિત છે. તેમણે ચૂંટણી પંચ અને પોલીસ કમિશ્નરને પત્ર લખીને કહ્યુ છે કે નિશાન લગાવવાના ઉદ્દેશ્ય મુસ્લિમ વિસ્તારોની ઓળખ કરવાનો છે.  તેમણે એવુ પણ કહ્યુ કે આ નો ઉદ્દેશ્ય વિસ્તારની શાંતિને ભંગ કરવાનો છે. 
 
લાલ રંગના નિશાન અમન કોલોની, નશેમેન એપાર્ટમેંટ, ટૈગોર ફ્લેટ આશિયાના એપાર્ટમેન્ટ અને તક્ષશિલા કોલોનીની બહાર મેન ગેટ પર લાગ્યા છે. ડિલાઈટમાં રહેનારા આદિલ બગાદિયાએ કહ્યુ અમે ચૂંટણી પંચ અને પોલીસ કમિશ્નરને કહ્યુ છે કે શાંતિને સુનિશ્ચિત બનાવો. 
 
લાલ નિશાન પર કાળુ સ્પ્રે 
 
ક્રોસનુ નિશન એવા સમય પર બનાવ્યુ છે જ્યારે ત્રણ દિવસ પહેલા આ વિસ્તારમાં પોસ્ટર લાગ્યા હતા જેમા લખ્યુ હતુ પલદીને જુહાપુરાઅ બનવાથી બચાવો... ઉલ્લેખનીય છે કે જુહાપુરા ભારતની સૌથી મોટી મુસ્લિમ વસ્તીયોમાંથી એક છે. 
 
ડિલાઈટ એપાર્ટમેન્ટના વોચમેન સત્તાર ચુનારે કહ્યુ કે તેમને લાલ નિશાન પર કાળુ સ્પ્રે છાંટી દીધુ છે.  તેમણે કહ્યુ, કેટલાક લોકોએ જણાવ્યુ કે જે વિસ્તારમાંથી કચરો ઉઠાવવાનો છે તેની ઓળખ માટે સફાઈ કર્મચારીઓએ આ નિશાન લગાવ્યુ છે. બીજી બાજુ અમન કોલોનીના જુબેર અહમદે આ તર્કને માનવાથી ઈનકાર કર્યો. તેમણે કહ્યુ, 'અમને હજુ પણ કોર્પોરેશનમાંથી એવુ નથે બતાવ્યુ કે આ નિશાન કચરો ઉઠાવવા માટે છે. 
 
કોણે લગાવ્યુ નિશાન ?
 
બીજી બાજુ નગર નિગમના અધિકારીના નિવેદન પણ ભ્રમ પેદા કરે છે. સ્વાસ્થ્ય અધિકારે નિતિન પ્રજાપતિએ કહ્યુ છે કે નિશાન સફાઈ અભિયાન હેઠળ લગાવ્યા છે. જ્યારે કે નગર પ્રમુખ મુકેશ કુમારે કહ્યુ કે આ નિશાન નિગમ કર્મચારીઓ દ્વારા લગાવેલ નિશાનથી જુદા છે. 
 
આ દરમિયાન મૌલાના આઝાદ રાષ્ટ્રીય ઉર્દૂ વિશ્વવિદ્યાલયમાં ચાંસલર અને અમદાવાદ નિવાસી જફર સુરેશવાલા એ કહ્યુ, મોદી સાહેબ સૌનો સાથ સૌનો વિકાસની વાત કરે છે. આ પ્રકારની ધૃણા અભિયાન વર્ષ 2002ના ચૂંટણી દરમિયાન પણ નહોતા. શુ અમે આ વિશ્વાસ કરવો જોઈએ કે આ બીજેપી મોદીની સાથે નથી. 
 
આ દરમિયાન પોલીસ પ્રમુખ એકે સિંહે કહ્યુ છે કે આ નિશાન હેલ્થ વર્કર્સ એ લગાવ્યા છે પણ મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે જો આ નિશાન કચરો ઉઠાવવા માટે લગાવ્યા છે તો અમે અમારી ટીમ મોકલીશુ જેથી ત્યાના રહેવાસીઓને આ બતાવી શકાય.