શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 22 નવેમ્બર 2017 (12:31 IST)

કોંગ્રેસના ઇન્દ્રનિલ રાજ્યગુરૂનું ફોર્મ રદ્દ થયાનું બહાર આવતા દોડધામ

રાજકોટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સામે ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનિલ રાજ્યગુરૂનું ફોર્મ રદ થયાના સમાચારો મળતાં સમગ્ર શહેરમાં દોડધામ મચી ગઈ હતી. ઇન્દ્રનીલે જણાવ્યું કે ફોર્મમાં તારીખમાં થોડી ભૂલ હતી, જે અમે નીયત સમયમાં બીજુ સોગંધનામુ રજૂ કરી સુધારી દીધી હતી, આ વાતની જાણ ભાજપને થતા તેઓ પણ કાર્યકર્તાઓ સાથે ક્લેક્ટર કચેરી પહોંચી ગયા હતા,

જો કે આ દરમિયાન કોંગ્રેસ તથા પોલીસ સાથે ઘર્ષણ સર્જાતા વાતાવરણ તંગ બન્યું હતું. રાજકોટ પશ્ચિમ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરુના ઉમેદવારી ફોર્મના સોગંદનામામાં ભુલ હોવાનો મામલે રાજકારણ ગરમાયું છે, ઇન્દ્રનીલ રાજગુરુએ નવું સોગંદનામું રજુ કર્યા બાદ પણ ભાજપે વિરોધ ઉઠાવ્યો હતો, બીજી બાજુ ચૂંટણી પંચે ઇન્દ્રનીલ રાજગુરુના ફોર્મ સામે વાંધો ઉઠાવતા કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. ચૂંટણી પંચે હજુ ઇન્દ્રનીલ રાજગુરુનું ઉમેદવારી ફોર્મ માન્ય કે અમાન્ય તે હજુ સ્પષ્ટ નથી કર્યું, કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.