મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 8 ડિસેમ્બર 2017 (13:11 IST)

બીજા તબક્કામાં ભાજપના 13 કોંગ્રેસના 22 ટકા ઉમેદવારો સામે ગંભીર ગુના - એડીઆર

ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીના 93 મતદારક્ષેત્રોના 101 ઉમેદવારો એટલે કે 12 ટકા ઉમેદવારો એવા છે જેમની સામે ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે, જ્યારે 64 ઉમેદવારો એટલે કે 8 ટકા ઉમેદવારો એવા છે જેમની સામે ગંભીર ગુનાા કેસ ચાલી રહ્યા છે. અસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(ADR) અને ગુજરાત ઈલેક્શન વૉચ(GEW)એ ગુરુવારના રોજ બીજા તબક્કાની ચૂંટણીમાં લડી રહેલા 851 ઉમેદવારોમાંથી 822 ઉમેદવારોના એફિડેવિટ્સનું એનાલિસિસ જાહેર કર્યુ હતું. રિપોર્ટ પ્રમાણે, 2012ની સરખામણીમાં ઉમેદવારો સામે થયેલા ક્રિમિનલ કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ પાર્ટીઓએ હવે નવો અને ખતરનાક ટ્રેન્ડ શરુ કર્યો છે. પાર્ટીઓ આવા ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારોને સામસામે ઉભા રાખે છે. આને કારણે ADRએ 12 મતદારક્ષેત્રોને રેલ એલર્ટ જાહેર કર્યા છે.રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલા મતદાનક્ષેત્રોમાં 3 કરતા વધારે ઉમેદવારો એવા હોય છે જેમના વિરુદ્ધ ગંભીર ગુના દાખલ થયેલા હોય છે.  આ ઉમેદવારો પર મર્ડર, રેપ,
કિડનેપિંગ, ખંડણી માંગવી, લૂંટ વગેરે જેવા ગંભીર ગુનાઓના કેસ ચાલી રહ્યા છે.

કોંગ્રેસના 174 ઉમેદવારોમાંથી 38(22 ટકા) અને ભાજપના 175 ઉમેદવારો જેમનું એનાલિસિસ કરવામાં આવ્યુ તેમાંથી 23(13 ટકા) સામે ગુના નોંધાયેલા છે. કોંગ્રેસના બે ઉમેદવારો ભાવેશ કટાર(ઝાલોદ) અને ઈન્દ્રવિજયસિંહ ગોહિલ(નિકોલ) સામે મર્ડરનો ગુનો નોંધાયેલ છે. આ સિવાય કિરીટકુમાર પટેલ(પાટણ), ભરતસિંહ વખાળા(દેવગઢ બારિયા) અને શૈલેષ મહેતા(ડભોઈ) નામના કોંગ્રેસ નેતાઓ સામે પણ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયેલ છે. બે ઉમેદવારો સામે રેમ કેપ જ્યારે બે સામે જાતીય જોષણનો ગુનો નોંધાયેલ છે. આમાં ભાજપના નેતા મહેશ ભુરિયા(ઝાલોદ), અહિર જેઠાભાઈ ઘેલાભાઈ(શેહેરા) અને ભુષણ ભટ્ટ(જમાલપુર-ખાડિયા) અને ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના શાહઝાહુસૈન તેઝાબવાલા(જમાલપુર-ખાડિયા) શામેલ છે.