શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શનિવાર, 8 એપ્રિલ 2017 (12:07 IST)

કોંગ્રેસના બે નેતાઓ સહિત ત્રીજા મોટા ગજાના નેતા ભાજપમાં જોડાય તેવી અટકળો

ઉત્તર પ્રદેશમાં ભાજપના ભવ્ય વિજય બાદ હવે પીએમ મોદી ગુજરાતને સર કરવા માટે વારંવાર પોતાના રાજ્યમાં આંટાં મારી રહ્યાં છે. એક તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું નામ નવા સીએમ તરીકે લોકોમાં ચર્ચાતું હતું. તો તેઓ ચૂંટણી નહીં લડે તેવી ચર્ચાઓ ગરમ થતાં હવે નવા સીએમ કોણ એવી ચર્ચાઓ પણ માર્કેટમાં આવી રહી છે.

બીજી બાજુ કોંગ્રેસમાં પણ અંદક ખાનગી નેતાઓમાં ભારે ઉકળાટ હોવાના નાતે રાજકોટના નેતા કુંવરજી બાવળીયા અને સોમા ગાંડા ભાજપમાં જોડાય તેવી પુરી શક્યતા હોવાનું સુત્રોનું કહેવુ છે. ભાજપ પાસે હાલમાં કોળી મતદારોને આકર્ષી શકે તેવા એક માત્ર પુરૂષોત્તમ સોંલકી છે. ગુજરાતમાં કોળી મતદારોની સંખ્યા લગભગ વીસ ટકા છે, જે નોંધપાત્ર છે. કોંગ્રેસનું પણ કોળી મતદારો ઉપર ખાસ્સુ પ્રભુત્વ છે, જે તોડવા કોળીનું પ્રભુત્વ ધરાવતા કોંગ્રેસ નેતાઓ સાથે મંત્રણા શરૂ કરી હતી. જેમાં કુવરજી બાવળીયા અને સોમા ગાંડા સાથે કેટલાંક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં બંન્ને કોળી નેતાઓની માગણીઓ ભાજપે સ્વીકારી લીધી છે. જેના ભાગ રૂપે તા 17મીના રોજ વડાપ્રધાન ગુજરાત આવે ત્યારે બંન્ને નેતાઓ નરેન્દ્ર મોદીના હાથે કેસરી ખેસ ધારણ કરશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા હજી સુધી સત્તાવાર રીતે બોટાદના કાર્યક્રમનની જાણ ગુજરાત સરકારને કરવામાં આવી નથી. નરેન્દ્ર મોદીનો સુરતનો કાર્યક્રમ નિશ્ચિત છે. જ્યારે બોટાદ અને સેલવાસમાં વધુ બે કાર્યક્રમ ગોઠવવામાં આવશે તેવુ સુત્રોનું કહેવુ છે.  બીજી બાજુ ભાજપના પ્રવક્ત ભરત પંડ્યાને સવાલ કરવામાં આવ્યો હતો કે શંકરસિંહ વાઘેલા વિરૂદ્ધ કોંગ્રેસમાં ભારે અંદરખાનગી વિરોધ જોવા મળી રહ્યો છે. તો શું હવે તેઓ ભાજપમાં જોડાવાના છે તે વાત સાચી છે ત્યારે પંડ્યાએ એવું કહીને સવાલને છોડી દીધો હતો કે બાપુ ભાજપમાં આવે કે ના આવે પણ કોંગ્રેસ ગુજરાતમાં ફરી ક્યારેય નહીં આવે.