સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 15 નવેમ્બર 2022 (05:51 IST)

ભાજપે અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણ બેઠકની ટિકિટ આપી

alpesh thakore
ભારતીય જનતા પક્ષે (ભાજપ) ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની ચોથી યાદીમાં વધુ 12 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે.
 
ભાજપના વિરોધ બાદ કૉંગ્રેસમાંથી ચૂંટાઈને ભાજપમાં જોડાયેલા ઠાકોર સમાજના નેતા અલ્પેશ પટેલને ભાજપે ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક માટે ટિકિટ આપી છે.
 
ગુજરાતમાં 5 નવેમ્બરના રોજ યોજાનારા ચૂંટણીના બીજા તબક્કામાં સમાવેશ થતી બેઠકો પર ભાજપે જે ઉમેદવારો જાહેર કર્યા છે, તેમની બેઠક અનુસાર યાદી નીચે મુજબ છે.
 
રાધનપુર – લવિંગજી ઠાકોર
પાટણ- ડૉ. રાજુલબહેન દેસાઈ
હિંમતનગર – વી. ડી. ઝાલા
ગાંધીનગર દક્ષિણ – અલ્પેશ ઠાકોર
ગાંધીનગર ઉત્તર – રિટાબહેન પટેલ
કલોલ – બકાજી ઠાકોર
વટવા – બાબૂસિંહ જાધવ
પેટલાદ – કમલેશ પટેલ
મહેમદાવાદ – અર્જુનસિંહ ચૌહાણ
ઝાલોદ (એસટી) – મહેશ ભૂરિયા
જેતપુર (એસટી) – જયંતીભાઈ રાઠવા
સયાજીગંજ – કેયુર રોકડિયા