રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By વૃષિકા ભાવસાર|
Last Modified: શુક્રવાર, 18 નવેમ્બર 2022 (14:50 IST)

સુરતમાં ભાજપના કાર્યકર્તાઓએ બુલડોઝર પર પ્રચાર શરૂ કર્યો

BJP workers started campaigning on bulldozers in Surat
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ઉમેદવારોના ફોર્મ પણ ભરાઈ ગયાં છે. ત્યારે ભાજપના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં ઉતરી પડ્યાં છે. તેવામાં હવે ગુજરાત ચૂંટણીમાં પણ બુલડોઝરની એન્ટ્રી થઈ ચૂકી છે. યોગી આદિત્યનાથ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ સુરતમાં ભાજપના કાર્યકર્તાઓએ બુલડોઝર પર પ્રચાર શરૂ કર્યો હતો. જેની તસવીરો વાઈરલ થતા જોવા જેવી થઈ હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ જોરશોરથી પ્રચાર કરવા લાગ્યા છે. ત્યારે હવે ડોર ટુ ડોર પ્રચાર શરૂ થયો છે ત્યારે સુરતમાં ભાજપના કાર્યકર્તાઓએ અનોખો સ્ટંટ કરીને પ્રચાર કર્યો હતો. ગત દિવસે સુરતની ચોર્યાસી બેઠક પરથી ભાજપના કાર્યકર્તાઓ બુલડોઝર પર ચઢીને પ્રચાર કરવા લાગ્યા હતા. આ દરમિયાન જાણે કોઈ સ્ટંટ ચાલતા હોય તેમ કાર્યકર્તાઓ બુલડોઝર પર ચઢી ગયા હતા.સુરતમાં બુલડોઝરના પાવડા પર 5થી વધુ કાર્યકર્તાઓ ચઢી ગયા હતા. તેમણે ત્યારપછી ભાજપનો ચૂંટણી પ્રચાર કરવાનું શરૂ કરી દીધો હતો. જોકે એક બાજુ યોગી આદિત્યનાથ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ આ પ્રમાણે ગુજરાત ચૂંટણીમાં બુલડોઝરની એન્ટ્રી થતા જોવાજેવી થઈ હતી.