સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 4 ડિસેમ્બર 2022 (13:11 IST)

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 -ભાજપના બળવાખોરોને પાટીલની ચીમકી

CR Patil
ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે પક્ષના બળવાખોર નેતાઓ સામે ચેતવણી ઉચ્ચારતાં જણાવ્યું છે કે ગેરશિસ્તને ચલાવી નહીં લેવાય.
 
પાટીલે કહ્યું છે,"ભાજપના ઉમેદવારો સામે જો કોઈ બળવાખોર ચૂંટણી લડીને પક્ષમાં પરત આવવાનું વિચારતો હોય તો એનું સ્વાગત નહીં કરાય. " કોઈ બળવાખોર જીતશે નહીં એવી ખાતરી પણ પાટીલે ઉચ્ચારી છે.
 
તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે નેતાઓએ બળવો કર્યો હતો એમને પરત લેવાયા નથી. તેમણે કહ્યું, "ગેરશિસ્ત સામે અમે 'ઝીરો ટૉલેરન્સ'ની નીતિ અપનાવી છે.ભાજપ શિસ્તમાં માને છે."
 
પાટીલે એવું પણ કહ્યું કે તેમણે 182 વિધાનસભાક્ષેત્રોનો પ્રવાસ કર્યો છે અને જેમણે ટિકિટ નથી મળી એમને વિવાદો છોડીને પક્ષ માટે કામ કરવા મનાવ્યા છે.
 
આ દરમિયાન પ્રથમ તબક્કામાં ઓછું મતદાન થવાં છતાં પાટીલે એને 'બમ્પર વોટિંગ' ગણાવ્યું છે.