સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 1 ડિસેમ્બર 2022 (13:34 IST)

Gujarat Election 2022 - બપોરે 1 વાગ્યા સુધીમાં 34.48 ટકા મતદાન થયું, જાણો ક્યા કેટલુ થયુ વોટિંગ

gujarat election
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રથમ તબક્કામાં 19 જિલ્લાઓમાં યોજાનાર 89 બેઠકો માટે કુલ બે કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ કુલ મતદારોમાં 1 કરોડ 24 લાખ 33 હજાર 362 પુરૂષ મતદારો, 1 કરોડ 15 લાખ 42 હજાર 811 મહિલા મતદારો સામેલ છે. સર્વિસ વોટરોની સંખ્યાની વાત કરીએ તો કુલ 27 હજાર 877 સર્વિસ વોટરનો સમાવેશ છે. સર્વિસ વોટર હેઠળ પ્રથમ તબક્કામાં 9 હજાર 371 પુરૂષ અને 235 મહિલા મતદારો મળી 9 હજાર 606 સર્વિસ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી  રહ્યા છે. પ્રથમ તબક્કામાં 3 હજાર 331 મતદાન મથક સ્થળો પર 9,014 મતદાન મથકો આવેલા છે.
 
જિલ્લો મતદાન %
અમરેલી 32.01
ભરૂચ 35.98
ભાવનગર 32.74
બોટાદ 30.26
ડાંગ 46.22
દેવભૂમિ દ્વારકા 33.89
ગીર સોમનાથ 35.99
જામનગર 30.34
જુનાગઢ 32.96
કચ્છ 33.44
મોરબી 38.61
નર્મદા 46.13
નવસારી 39.2
પોરબંદર 30.2
રાજકોટ 32.8
સુરત 33.1
સુરેન્દ્રનગર 34.18
તાપી 46.35
વલસાડ 19.57