શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 8 નવેમ્બર 2022 (16:43 IST)

કોંગ્રેસમાં 10 વખત ધારાસભ્ય રહી ચૂકેલા મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાશે

MOHAN SINGH RATHAVA
ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને પક્ષ પલટાની મોસમ બરાબરની જામી છે. પોત-પોતાના પક્ષથી નારાજ નેતાઑ પાટલી બદલી રહ્યા છે. તેવામાં કોંગ્રેસને સૌથી મોટો ફટકો પડ્યો છે.  ફરી એકવાર ગુજરાત કોંગ્રેસ તુંટી છે અને કોંગ્રેસના ધારાસભ્ય મોહન રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેઑ સૌથી વધુ વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ  ધરાવવા ઉપરાંત આદિવાસી સમાજમાં બહોળી ચાહના ધરાવે છે. કોંગ્રેસના આ ધારાસભ્ય પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે.  આજે સાંજે 5 વાગે કમલમ ખાતે ભાજપનો કેસરિયો ધારણ કરશે. જેને પગલે આગામી ચુંટણીમાં કોંગ્રેસનેઆ માઠા પરિણામ ભોગવવા પડશે.

MOHAN SINGH RATHAVA