ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 23 નવેમ્બર 2022 (18:29 IST)

ગુજરાત યુથ કોંગ્રેસમાં ભડકો, એક સાથે 25 હોદ્દેદારોના રાજીનામાં

congress
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલાં જ કોંગ્રેસમાં ભંગાણ યથાવત રહ્યું છે. સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના દિગ્ગજ કાર્યકરો અને નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યાં છે. ગઈ કાલે દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિની બા રાઠોડે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. ત્યારે હવે રાજકોટમાં કોંગ્રેસના વધુ એક નેતાએ રાજીનામું આપી દીધું છે.પાટીદાર આંદોલન સમયથી જ હાર્દિક પટેલની સાથે રહેલા તેમના ખાસ સાથીદાર બ્રિજેશ પટેલે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. તે ઉપરાંત યુથ કોંગ્રેસમાં એક સાથે 25 હોદ્દેદારોએ રાજીનામું આપી દીધું છે. જેમાં 16 જેટલા હોદ્દેદારો પાટીદાર છે.

દંતાલી ગામના પૂર્વ સરપંચ અને ઉપ સરપંચે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. સ્વામી સચિદાનંદ આશ્રમ ખાતે બંને આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલાં જ કોંગ્રેસમાં ભંગાણ યથાવત રહ્યું છે. ગઈ કાલે દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિની બા રાઠોડે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસમાંથી ટિકિટ ન આપતા કામિનીબા નારાજ હતા અને કામિનીબા રાઠોડે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ 21 નવેમ્બરે અપક્ષ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતું અને ગતરોજ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા.