રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 1 ડિસેમ્બર 2022 (00:34 IST)

આજે 11 મંત્રીઓ સહિત આ દિગ્ગજ નેતાઓના ભવિષ્ય થશે EVM માં કેદ

gujarat election
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકકાની 89 બેઠકો માટે આજે મતદાન યોજાશે. સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતના 19 જીલ્લાને આવરી લેતી આ ચૂંટણી માટે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. છેવટ સુધી મતદારો નિરસ હોવાથી ઉમેદવારોમાં અજંપો છે છતાં જીત પાકી કરવા આજે છેલ્લી ઘડીને રાજકીય દાવપેચ જામવાની શકયતા છે.

આ દરમિયાન  આજે  11 મંત્રીના ભવિષ્ય EVM માં કેદ થશે. આ સાથે કોંગ્રેસ અને આપના નેતાઓ પર પણ સૌની નજર રહેશે.પ્રથમ તબક્કાના મતદાન માટે 1 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે જેમાં તમામ રાજકીય દળના 788 દાવેદાર ચૂંટણી મેદાનામં ઉતર્યા છે. પ્રથમ તબક્કાના મતદાનમાં 19 જિલ્લાની 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતની બેઠક પર મત નાખવામાં આવશે.

પ્રથમ તબક્કામાં 19 જિલ્લામાંથી કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગિર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સૂરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લા સામેલ છે.

આજે  મતદાન છે જેમાં ભાજપના કુલ 11 મંત્રીઓ ચૂંટણી મેદાને છે. જેમાં  જીતુ વાઘાણી, હર્ષ સંઘવી, પૂર્ણેશ મોદી,  કિરીટસિંહ રાણા, જીતુ ચૌધરી, મુકેશ પટેલ, વિનુ મોરડીયા, દેવા માલમ, કનુ દેસાઇ, રાઘવજી પટેલના ભવિષ્ય EVM માં કેદ થશે અને 8 ડિસેમ્બરે જનાદેશ જાહેર થશે.પરેશ ધાનાણી, વિક્રમ માડમ, ઈન્દ્રનીલ રાજયગુરૂ, ઋત્વિક મકવાણા, અમરીષ ડેર, લલિત કગથરા, લલિત વસોયા જંગમાં સામેલ છે.આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા, અલ્પેશ કથીરીયા વગેરે પર નજર રહેશે