શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 18 ઑગસ્ટ 2022 (16:26 IST)

AAPના વધુ 9 ઉમેદવારોની જાહેરાત, નિમિષાબેન ખુંટને ગોંડલ તો રાજુ કરપડા ચોટીલાના ઉમેદવાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં જ આમ આદમી પાર્ટી(AAP) દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. ભાજપ અને કોંગ્રેસ પહેલાં AAP હવે ઉમેદવારો જાહેર કરી રહી છે, જેમાં પ્રથમ યાદી બાદ આજે બપોરે 12.30 વાગ્યે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવશે. પ્રથમ યાદીમાં સૌરાષ્ટ્રની 4, મધ્ય ગુજરાતની 2, ઉત્તર ગુજરાતની 3 અને દક્ષિણ ગુજરાતમાં 1 બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. હવે વધુ 9 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ કુલ 19 ઉમેદવારો જાહેર કરી દીધાં છે.આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આજે વિધાનસભાની ચુંટણીના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત દિવસે દિવસે થઈ રહી છે. અરવિંદ કેજરીવાલ દ્વારા જે ગેરંટી આપવામાં આવી રહી છે તેના પર લોકો ભરોસો મૂકી રહ્યાં છે. દિલ્લી અને પંજાબમાં કરી બતાવ્યું તો ગુજરાતમાં પણ કરી બતાવશે. સંગઠન વધુ મજબૂત બની રહ્યું છે. આમ આદમી પાર્ટીએ પહેલી યાદી જાહેર કરી હતી. વહેલા ઉમેદવાર જાહેર કર્યા એ ભાજપના લોકોએ સારો નિર્ણય ગણાવ્યો છે.પહેલી યાદી જાહેર થયા એ ઉમેદવાર પણ લોકસંપર્ક કરી રહ્યા છે. પહેલી યાદીને સારો આવકાર મળતાં આજે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરીએ છીએ.
AAPના 9 ઉમેદવારોની યાદી
નિમિષાબેન ખૂંટ- ગોંડલ
ભરતભાઈ વાખળા- દેવગઢ બારીયા
વિપુલભાઈ સખીયા- ધોરાજી
વિક્રમભાઈ સોરાણી- વાંકાનેર
પ્રકાશ કોન્ટ્રાક્ટર- સુરત-ચોર્યાસી
કરશનભાઈ કરમુર- જામનગર ઉત્તર
પિયુષ પરમાર- માંગરોળ
રાજુભાઈ કરપડા - ચોટીલા
જે જે મેવાડા- અસારવા