બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2022 (15:33 IST)

ગુજરાતમાં કેજરીવાલ મોટો દાવ ખેલવાની તૈયારીમાં, આ વ્યક્તિને મોટી જવાબદારી આપી શકે

aam admi party
આમ આદમી પાર્ટી ગુજરાતના પંજાબની તર્જ પર ચૂંટણી જીતવા માંગે છે. તે માટે હવે તે ગુજરાતમાં મોટો દાવ ખેલવા જઈ રહી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીના મોટા ગજાના નેતાની ગુજરાતમા નિમણૂંક થવા જઈ રહી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત જે નેતાને કારણે થઈ અને પંજાબમાં સહપ્રભારી રહેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ગુજરાતમાં મોટી જવાબદારી મળવા જઈ રહી છે.

યુવા નેતા રાઘવ ચઢ્ઢા યુવાઓની વચ્ચે ભારે લોકપ્રિય છે. આ પહેલા તેઓ દિલ્હી અને પંજાબમાં મહત્વની જવાબદારી નિભાવી ચૂક્યા છે. ત્યારે હવે આપ તેમને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપવા જઈ રહ્યું છે. રાઘવ ચઢ્ઢા કુશળ રાજકીય નેતા અને ચૂંટણી મેનેજમેન્ટમાં એક્સપર્ટ ગણાય છે. રાઘવ ચઢ્ઢાની એન્ટ્રી બાદ ગુજરાતના શહેરી અને ગ્રામીણ વિસ્તારો અને યુવાઓની વચ્ચે આમ આદમી પાર્ટી જોરશોરથી ઉતરવાની તૈયારી કરી રહી છે.ગુજરાતને આમ આદમી પાર્ટીને સારો ફીડબેક મળી રહ્યો છે. ગુજરાતના લોકો આવા ભરોસાપાત્ર ચહેરા પર વિશ્વાસ જીતવા માંગે છે, જે ખુદ સક્ષમ હોય. તેમજ બાકીની પાર્ટીના રિમોટ કન્ટ્રોલ્ડ નેતાઓની જેમ ઈશારા પર ચાલનારો ન હોય.રાઘવ ચઢ્ઢા સતત ગુજરાતમા એક્ટિવ છે અને ટ્વિટર પર તેઓ સક્રિય રહે છે. આ વચ્ચે તેઓ ગુજરાતની મુલાકાત પણ કરતા રહે છે અને ઈલેક્શને લઈને ગુજરાતના નેતાઓ સાથે બેઠકો પણ યોજે છે. તેઓ પંદર દિવસ પહેલા પણ ગુજરાત આવ્યા હતા અને બીજેપીને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે, વિધાનસભા ચૂંટણીની લડાઈ ભાજપ પાર્ટીના નકલી ગુજરાત મોડલ અને કેજરીવાલના અસલી શાસનની વચ્ચે હશે.આ પહેલા ગુજરાત આપના મહાસચિવ મનોજ સોરઠિયા પર સુરતમાં અંદાજે 10 લોકોના ગ્રૂપે હુમલો કર્યો હતો. ત્યારે રાઘવ ચઢ્ઢાએ બીજેપીને આડે હાથ લીધા હતા. તેઓ સતત ગુજરાતની રાજકીય સ્થિતિ પર નજર બનાવી રહ્યાં છે અને ગુજરાતને લઈને ટ્વીટ પણ કરી રહ્યાં છે.