ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 13 સપ્ટેમ્બર 2022 (14:46 IST)

ગુજરાતની જનતા નક્કી કરશે કે મુખ્યમંત્રી કોણ હશે, ગુજરાત પોલીસને કહું છું ખોટા ઓર્ડર સાંભળવાના બંધ કરો - કેજરીવાલ

kejrival
આમ આદમી પાર્ટીના સુપ્રિમો અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસના બીજા દિવસે આજે અમદાવાદમાં ગુજરાતની જનતાને દિલ્લીની જેમ ગુજરાતને પણ ભ્રષ્ટાચારમુકત બનાવવાની ગેરંટી આપી હતી. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે હું કેટલા મહિનાથી ગુજરાતમાં ફરું છું અને લોકોને મળી રહ્યો છું, ખેડૂતો, વકીલો, રિક્ષાચાલકોને મળું છું. ગુજરાતમાં એટલો ભ્રષ્ટાચાર છે કે કોઈપણ સરકારી કામ માટે પૈસા આપવા પડે છે. જો તેમની સામે બોલો તો ધમકાવે છે. દરોડા અને ધંધા બંધ કરાવી દેવાની ધમકીઓ 
આપે છે. આજે અમે ગેરંટી આપીએ છીએ કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ભ્રષ્ટાચારમૂકત અને ભયમુક્ત શાસન આપીશું.

ગુજરાતમાં જેટલા નેતાઓના કાળા ધંધાઓ છે તે બંધ કરાવીશું. ઝેરી દારૂનું વેચાણ પણ બંધ કરાવીશું.પેપર ફૂટવાના પણ બંધ કરાવીશું. છેલ્લા 10 વર્ષમાં જેટલા પેપર ફૂટયા છે તે બંધ કરીશું તેને ફરી ખોલી અને જે માસ્ટર માઈન્ડ છે તેઓને પકડીને જેલમાં મોકલીશું.ગુજરાતમાં સૌની યોજનામાં કૌભાંડ થયા છે અને જેટલા પણ કૌભાંડ થયા છે તેને ખોલી લોકોના જે પૈસા છે તેને રિકવર કરીશું. પોલીસનો મને કાલે સુરક્ષા દેવાનો મુદ્દો નહોતો પરંતુ જનતાની વચ્ચે જવા દેવો ન હતો. તેમને મને સિક્યુરિટી આપવી પડી હતી અને હું સિક્યુરીટી વચ્ચે પણ ત્યાં પહોંચ્યો હતો.

ગુજરાતની જનતા નક્કી કરશે કે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હશે રિક્ષાચાલકના ત્યાં જવાનો કોઈ પ્લાન નહોતો. કાલે વીડિયો જોતો હતો ત્યારે જોયું કે જનતા ખુશ હતી. ગુજરાતના નેતાઓ વોટ માગવા પણ ત્યાં જતા નથી.આમ આદમી પાર્ટી મેઘા પાટકરને પાછળથી મુખ્યમંત્રી બનાવવા માટેના ભાજપના આરોપનો જવાબ આપતાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ભાજપ મોદીની જગ્યાએ પાછળથી સોનિયા ગાંધીને પ્રધાનમંત્રી બનાવવા માગે છે.

ગુજરાત પોલીસને અપીલ છે કે ગુજરાત પોલીસને અન્યાય થયો છે. હું ગુજરાત પોલીસ સાથે છું. અમે ગેરંટી આપીએ છીએ. ગુજરાત પોલીસને કહું છું ખોટા ઓર્ડર સાંભળવાના બંધ કરો અને વિરોધ કરો. અમે નહીં કરીએ તેમ કહી દો. ગુજરાતના 6 કરોડ લોકો નક્કી કરશે. અહીંયા સરકાર દિલ્લીથી ચાલે છે. ગુજરાતમાં 6 કરોડ જનતા કહે એમ કરીશું.