સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 13 સપ્ટેમ્બર 2022 (18:38 IST)

Gujarat Election: અમિત શાહે જણાવ્યું કે ગુજરાતમાં ભાજપને કેટલી સીટો મળશે, અરવિંદ કેજરીવાલ પર પણ સાધ્યું નિશાન

Amit Shah On Arvind Kejriwal: ગુજરાત (Gujarat) આ વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી(Assembly Elections)  યોજાવાની છે. આવી સ્થિતિમાં તમામ રાજકીય પક્ષો અહીંના લોકોને તમામ વચનો આપીને એકબીજા પર પ્રહારો કરતા જોવા મળે છે. દરમિયાન આજે બીજેપીના વરિષ્ઠ નેતા અમિત શાહે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ જણાવ્યુ કે આ વખતે ભાજપને રાજ્યમાં કેટલી સીટો મળવાની છે. 
 
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે એક વર્ચુઅલ સંબોધનમાં  કહ્યું કે જેઓ "સપનાવેચે છે" તેઓ ગુજરાતમાં ક્યારેય જીતી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે  સીએમ કેજરીવાલ ગુજરાતમાં મફત વીજળી, મફત શિક્ષણ અને ખેડૂતોની લોન માફી જેવા વચનો આપી રહ્યા છે. અમિત શાહે કહ્યું કે સત્તામાં બેઠેલી ભાજપ આ વખતે ફરી એકવાર ગુજરાતમાં બે તૃતિયાંશ બહુમતી સાથે સરકાર બનાવશે.
 
'પ્રચંડ જીત તરફ  BJP' 
 
અમિત શાહે કહ્યું કે સપના વેચનાર AAPને ગુજરાતમાં ક્યારેય ચૂંટણીમાં સફળતા નહીં મળે. તેમણે કહ્યું કે તેઓ ગુજરાતના લોકો જાણે છે. અહીંના લોકો કામ કરવામાં માનનારાઓને જ સપોર્ટ કરે છે. ભાજપ આ વખતે પણ જોરદાર જીત તરફ આગળ વધી રહ્યું છે.
 
તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  (Bhupendrabhai Patel) ના વખાણ કરતા કહ્યુ કે આ વખતે પણ ગુજરાતની જનતા તેમની જ સાથે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપી એકવાર ફરી બે તૃતીયાંશ બહુમતીથી સરકાર બનાવશે.  
 
ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની હવા ચાલી રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે ગુજરાતની પ્રજાને હું ઓળખું છું. સપનાંના વેપાર કરનારાને ક્યારેય સફળતા ના મળે.