ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Updated : સોમવાર, 19 સપ્ટેમ્બર 2022 (19:04 IST)

ભાજપની નવી રણનીતિ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા રાજ્યના 2 દિવસીય પ્રવાસે આવશે

JP Nadda
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે કમર કસી લીધી છે. તેવામાં BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાના MP જેપી નડ્ડા 2 દિવસ ગુજરાત પ્રવાસે આવ્યા છે. જે 20 અને 21 સપ્ટેમ્બરે રાજ્યમાં પ્રચાર શરૂ કરશે. આ દરમિયાન તેઓ ગાંધીનગર અને રાજકોટ ખાતે ભાજપના નેતાઓ સાથે સંપર્કમાં રહેશે. ત્યારપછી મોરબીમાં ભાજપ દ્વારા ભવ્ય રોડ શોનું પણ આયોજન કરાયું છે.

આ તમામ ચૂંટણી પ્રચારને લઈને કરવામાં આવતી ભાજપની રણનીતિનો એક ભાગ છે.રિપોર્ટ્સના આધારે જેપી નડ્ડા આજે આજે રાત્રે ગુજરાત પ્રવાસે આવશે. તેઓ ચાર જિલ્લાઓમાં ચૂંટણી પ્રચારલક્ષી કાર્ય કરી શકે છે. જેમાં ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ અને મોરબી ખાતે તેઓ પ્રવાસ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન તેઓ ભાજપના વિવિધ રાજકીય દિગ્ગજો સાથે મુલાકાત કરી શકે છે. નોંધનીય છે કે આ દરમિયાન સૌથી પહેલા 20 સપ્ટેમ્બરે તેઓ દિગ્ગજો સાથે બેઠક કરશે. ત્યારપછી તેઓ બપોરે 1 વાગ્યાની આસપાસ રાજકોટની મુલાકાતે જશે. જેપી નડ્ડા ત્યારપછી એક કોન્ફરન્સમાં ભાગ લેશે જેમાં તેમની સાથે સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે. આ દરમિયાન તાલુકા, જિલ્લા પંચાયત, સહિત મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યકરો હાજરી આપશે. જેપી નડ્ડા ત્યારપછી મોરબી ખાતે જશે. જ્યાં 4.30 વાગ્યે તેઓ ભાજપના ભવ્ય રોડ શોમાં હાજરી આપશે. આ દરમિયાન શક્તિપ્રદર્શન સાથે ભાજપ ચૂંટણી પ્રચાર કરવા માટે પણ આગવી રણનીતિ અપનાવી શકે છે. ત્યારપછી ગાંધીનગર ખાતે તેઓ વિરાંજલી પ્રોગ્રામમાં હાજરી આપશે. જેમાં સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે.