રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Updated : સોમવાર, 19 સપ્ટેમ્બર 2022 (12:45 IST)

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં યુથ કોંગ્રેસ બાદ હવે NSUIના 10 નેતાઓએ સિટીંગ MLAની બેઠક પર દાવેદારી નોંધાવી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ નવરાત્રી બાદ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. ત્યારે કોંગ્રેસ દ્વારા જે ઉમેદવારો ચૂંટણી લડવા ઈચ્છતા હોય તેમનો બાયોડેટા મંગાવવામાં આવ્યો હતો. જેમાં NSUIના 10 નેતાઓએ ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી છે. સૌથી મોટી વાત એ છે કે યુથ કોંગ્રેસની જેમ NSUIએ પણ સિટિંગ ધારાસભ્યોની બેઠકો પર દાવેદારી નોંધાવી છે.

અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાની વિધાનસભા બેઠક પર કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIના નેતાઓએ દાવેદારી નોંધાવી છે. NSUIના નેતાઓએ પોતાને તે જ બેઠક માટે લાયક ગણાવ્યાં છે જ્યાં હાલ કોંગ્રેસના ધારાસભ્યોની ટર્મ ચાલુ છે. NSUIના નેતાઓએ જે બેઠકો પર દાવેદારી નોંધાવી છે ત્યાં 5 બેઠકો અમદાવાદની અને 5 બેઠકો અલગ અલગ જિલ્લાની છે. હવે આ બાબતે અંતિમ નિર્ણય પક્ષ દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની 182 બેઠકો પર કોંગ્રેસના 600થી વધુ દાવેદારો ચૂંટણી લડવા તૈયાર થયાં છે.

ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ ટિકિટ માંગી છે. 3 સિટિંગ ધારાસભ્યો સામે યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ ટિકિટ માંગી છે. ધંધુકા, છોટાઉદેપુર અને પાલનપુર ઉપર ખેંચતાણ થવાની પૂરી શક્યતા છે. ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ ટિકિટ માંગી છે. હરપાલસિંહ ચુડાસમાએ ધંધુકા બેઠક પર નોંધાવી દાવેદારી. હરપાલસિંહ ચુડાસમા અમદાવાદ જિલ્લા પંચાયતના સદસ્ય પણ છે. ગુજરાત યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સંગ્રામ રાઠવાએ માંગી ટિકિટ. સંગ્રામ રાઠવાએ છોટાઉદેપુર બેઠક પર નોંધાવી દાવેદારી. સંગ્રામ રાઠવા છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ પણ છે. યુથ કોંગ્રેસના મહામંત્રી અંકિતાબેન ઠાકોરે પણ ટિકિટ માંગી છે. 
 
આ 10 નેતાઓએ ટિકીટ માંગી
સંજય સોલંકી- જમાલપુર ખાડીયા/દાણીલીમડા
નારાયણ ભરવાડ- અમરાઈવાડી
નરેન્દ્ર સોલંકી- કોડીનાર
દક્ષ પટેલ- મોડાસા
રાહીલ શ્રીમાન-બાપુનગર
અજય સોલંકી- અસારવા
વનરાજ મેર- ઘાટલોડિયા
રાહુલ ગમારા- ચોટીલા
સુભાન સૈયદ- દરિયાપુર
ભાવિન પરમાર- બોટાદ