બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 21 ઑક્ટોબર 2022 (15:39 IST)

ભાજપની નિરીક્ષકોને વિધાનસભા પ્રવાસે મોકલવાની રણનીતિ, ચોક્કસ વ્યૂહરચના સાથે ઉમેદવારોની પસંદગી થશે

gujarat election
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ત્રિપાંખીયો જંગ જામી ગયો છે. તેવામાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ભાજપ હવે નિરીક્ષકોને મેદાનમાં ઉતારી રહી છે. એક બાજુ આમ આદમી પાર્ટી ઉમેદવારોની યાદી એકપછી એક જાહેર કરતી રહે છે, ત્યારે બીજી બાજુ ભાજપ વિચારણા કરીને ચોક્કસ વ્યૂહરચના સાથે ઉમેદવારોની પસંદગી આગળ વધારી રહી છે. અત્યારે ભાજપ દ્વારા હવે ઉમેદવારોની પસંદગી મુદ્દે મોટો નિર્ણય લેવાયો છે. ભાજપ દ્વારા નિરીક્ષકોને વિધાનસભા પ્રવાસે મોકલવાની રણનીતિ બનાવી છે. એમના દ્વારા 27,28 અને 29 તારીખે વિધાનસભાના પ્રવાસો કરીને જે જે લોકોને ઉમેદવારી નોંધાવવી હોય તેમની સાથે વન ટુ વન ચર્ચા કરશે. આની સાથે ઉમેદવારી ઈચ્છુક લોકો વાર્તાલાપ કરી એક રિપોર્ટ તૈયાર કરશે. ત્યારપછી આ રિપોર્ટને પર્લામેન્ટ્રી બોર્ડમાં મોકલાશે તથા આના આધારે ટિકિટોનું ગણિત પણ થઈ શકે એવી ધારણા કરાઈ રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપની જીત અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, BJP 2/3થી વધુની બહુમતીથી સરકાર બનાવશે.7 મી વખત ગુજરાતમાં ભાજપની સરકાર બનશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપની જીત અંગે નિવેદન આપતા કહ્યું કે, આવનાર ચૂંટણીમાં ભાજપ 2/3થી વધુની બહુમતીથી ચૂંટણી જીતશે. અને 7 મી વખત ગુજરાતમાં ભાજપની સરકાર બનશે. અને ભાજપ બહુમતી પ્રાપ્ત કરશે. સૌરાષ્ટ્ર અંગે કહેતા કહ્યું કે ગત ચૂંટણી કરતાં આ ચૂંટણીમાં સૌરાષ્ટ્ર વધુ સીટ આવશે. ગત ચૂંટણીમાં અલગ અલગ સમાજના આંદોલનો હતા.