ગુરુવાર, 5 ઑક્ટોબર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2022 (09:13 IST)

માણાવદરમાં ગજબનો ચૂંટણી જંગઃ પિતા ભાજપમાં તો પુત્ર AAPમાં જોડાતા સામ-સામે

aao bjp
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રમાં વધતા જતા આમ આદમી પાર્ટીના પ્રભાવની સીધી અસર યુવાનો પર થઈ રહી છે. જેના પરિણામે માણાવદરની બેઠક પર પિતા અને પુત્ર સામ-સામે આવી ગયા છે. નોંધનીય છે કે જુનાગઢમાં અનોખો ચૂંટણી જંગ જોવા મળી શકશે. તેવામાં એક જ પરિવારના 2 સદસ્યો અલગ અલગ પાર્ટીથી ચૂંટણી લડશે. પિતા ભાજપના લીડર છે તો પુત્રેએ આમ આદમી પાર્ટીનો સાથ લીધો છે. જેના કારણે આ કિસ્સો ચર્ચિત થયો છે.

ગત ટર્મની ચૂંટણીમાં જુનાગઢમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિવસેને દિવસે વધતુ જઈ રહ્યું છે. તેવામાં 2017માં જુનાગઢની પાંચ સીટમાંથી 4 સીટ પર કોંગ્રેસને જીત મેળવી હતી. આ દરમિયાન માણાવદર બેઠક પરથી જવાહર ચાવડાની કોંગ્રેસથી જીત થઈ હતી ત્યારપછી તેઓ 2018માં ભાજપમાં જોડાયા હતા. તેવામાં હવે ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે.ભાજપના દિગ્ગજ નેતા જેઠાભાઈ પનારાએ ભાજપમાં વર્ચસ્વ સ્થાપિત કરવા માટે શક્તિ પ્રદર્શન કરવા માટે તેમની પ્રાઈવેટ કોલેજમાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં સી.આર.પાટિલે પણ હાજરી આપી હતી. તેવામાં જેઠાભાઈ પાનેરાનું પુત્ર સમીર પાનેરાએ પિતાની વિચારધારાથી અલગ પગલું માંડ્યું હતું. તેણે આમ આદમી પાર્ટીમાં જોડાવવાનું પસંદ કર્યું છે. જોકે આની પાછળનું ગણિત અલગ છે. ભાજપમાંથી ટિકિટ મળવી મુશ્કેલ છે જ્યારે આમ આદમી પાર્ટીથી તેમને સરળતાથી મળી શકે છે.આમ આદમી પાર્ટીમાં જોડાવવાનું કારણ જનતાની સેવા કરવાનું છે. તેઓ અરવિંદ કેજરીવાલની વિચારધારાથી પ્રભાવિત થયા છે. મારો પણ સેવા કરવાનો ઉદ્દેશ્ય છે જે AAPમાં જોડાઈને હું પૂરો કરી શકીશ એમ લાગી રહ્યું છે. હું આજીવન આમ આદમી પાર્ટીમાં સેવા આપવા ઈચ્છું છું. તેવામાં હવે સમીર પાનેરા પોતાના પિતાથી અલગ રાજકીય પાર્ટીમાં જોડાઈ પોતાની કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તેવામાં ભાજપ દ્વારા જેઠાભાઈ પાનેરા પર અલગ દબાણ હશે અથવા તેઓ પાર્ટી પર ટિકિટ માટે દબાણ કરી રહ્યા છે.તેવામાં હવે એ જોવાજેવું રહેશે કે અલગ અલગ પાર્ટીમાં જોડાવવાથી જેઠાભાઈ ભાજપ પર દબાણ કરવા માગતા હશે. જોકે બીજી બાજુ જોવા જઈએ તો અત્યારે ભાજપની આ બેઠક પરથી પકડ લગભગ ઓછી જણાઈ રહી છે.