રવિવાર, 8 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 20 સપ્ટેમ્બર 2022 (15:33 IST)

Congress and NCP Alliance - ગુજરાતમાં 2017ની ચૂંટણીમાં ગઠબંધન તૂટ્યું હતું, હવે ફરીવાર કોંગ્રેસ અને NCP વચ્ચે થશે ગંઠબંધન

Congress and NCP Alliance - વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થાય તેવી શક્યતા છે. મળતી માહિતી પ્રમાણે NCPએ 10 બેઠકની માંગ કોંગ્રેસ પાસે કરી છે. કોંગ્રેસ અને NCP ટૂંક સમયમાં આ મુદ્દે સત્તાવાર જાહેરાત કરશે. મહત્વનું છે કે 2017 કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન તૂટયું હતું.

રાજ્યસભા ચૂંટણીમાં NCP ધારાસભ્ય કાંધલ જાડેજાએ ક્રોસ વોટિંગ કર્યું હતું..જેથી કોંગ્રેસે NCP સાથેનું ગઠબંધન તોડ્યું હતું.ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગંઠબંધન ચર્ચાઓ ચાલી રહી છે. ૨૦૨૨ ચૂંટણી પહેલા કોંગ્રેસ અને એનસીપી બન્ને ગંઠબંધનથી ચૂંટણી લડશે. સત્તાવાર રીતે આવતી કાલે કોંગ્રેસ અને એનસીપીની સંયુક્ત પત્રકાર પરિષદ યોજી જાહેરાત કરશે. કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ સાથે બેઠક દોર ચાલી રહ્યો છે. ભૂતકાળમાં પણ એનસીપી સાથે કોંગ્રેસનું ગંઠબંધન થયું છે. યુપીએ સરકાર હોય કે, પછી મહારાષ્ટ્ર સરકારમાં પણ કોંગ્રેસ અને એનસીપી સાથે ગંઠબંધન થયું હતું. વર્ષોથી કોંગ્રેસ પક્ષ અને એનસીપીના સાથે ગંઠબંધન રહ્યા છે.કેટલી બેઠક પર ચૂંટણી એનસીપી લડશે તે અંગે હાલ ચર્ચા ચાલી રહી છે.

એનસીપી તરફથી ભલે ૧૦ બેઠક માગવામા આવી હોય  પરંતુ ભવિષ્યમાં મોવડી મંડળ નક્કી કરશે કે કેટલી બેઠક એનસીપીને આપવી. હાલ બેઠક લઇ કોઇ ચર્ચા થઇ નથી. માત્ર ગંઠબંધન પર ચર્ચા થઇ છે. ભુતકાળમા એનસીપીના ધારાસભ્યો દ્વારા રાજ્યસભાની બે ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. પરંતુ તે ક્રોસ વોટિંગ વ્યક્તિગત હોઇ શકે છે.પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ શરદ પવાર અને સોનિયા ગાંધીના સંબંધના પગલે ગુજરાતમા પણ ગંઠબંધન શક્ય થશે. નોંધનીય છે કે, ભુતકાળમાં એનસીપી દ્વારા રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરાયું હતું. ૨૦૧૭ ચૂંટણી કોંગ્રેસ પક્ષે છેલી ઘડીએ ગંઠબંધન તોડ્યું હતું. અહેમદ પટેલ અને ભરતસિંહ સોલંકી રાજ્યસભા ચૂંટણી વખતે ક્રોસ વોટિંગ કરાયું હતું. ત્યારે ફરી એકવાર ૨૦૨૨ ગંઠબંધન થાય છે તો શું પરિણામ આવે છે તે જોવાનું રહે છે.