મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી
Written By
Last Modified: બુધવાર, 22 ડિસેમ્બર 2021 (09:48 IST)

ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ, માતા વિરૂદ્ધ પુત્રની હાર તો સાસુ વિરૂદ્ધ વહુની જીત

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાની ગલોલીવાસણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 4ના સભ્ય પદ માટે માતા-પુત્ર ચૂંટણી લડી રહ્યા હતા. જેમાં પુત્ર સામે માતાનો 27 મતોથી વિજય થયો છે.
 
ગલોલીવાસણા ગ્રામ પંચાયત કચેરીના વોર્ડ નં.4 ના સભ્ય પદ માટે  માતા દિવાબેન સોમાભાઈ સેનમા અને પુત્ર દશરથભાઈ સોમાભાઈ સેનમા એકબીજાની સામે ઉભા હતા. ચાણસ્મા મામલતદાર કચેરીમાં મતગણતરી દરમિયાન માતા દિવાબેનને 45 મત જ્યારે તેમના પુત્ર દશરથભાઈને 18 મત મળ્યા હતા. આ રીતે માતાનો 27 મતોથી વિજય થયો છે. માતાના વિજયની ખુશી પરિવારે સાથે મળીને મનાવી હતી.
 
ઉલ્લેખનીય છે કે પાટણ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ 2 લાખ 85 હજાર 704 મતદારોમાંથી 2 લાખ 32 હજાર 248 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં સરપંચની 152 બેઠકો પર 463 ​​ઉમેદવારો અને 422 બેઠકો પર 968 ઉમેદવારો ચૂંટણીમાં ઉભા હતા.
 
ત્યારે ગીર સોમનાથમાં સાસુ-વહુ વચ્ચેનો ચૂંટણી જંગ રસપ્રદ બન્યો હતો. પરંતુ આખરે વહુ આ જંગ જીતી ગઈ છે. આખરે પુત્રવધુ સામે સાસુની હાર થઈ છે.  દેલવાડા બેઠક પર ભાજપના જ એકબીજા જૂથ સામસામે હતા. વિધવા સાસુ સામે સરપંચ પદ માટે પુત્રવધૂએ ઉમેદવારી નોંધાવી હતી. 15 હજારથી વધુ વસ્તી ધરાવતી દેલવાડા ગ્રામ પંચાયત, ગીર-સોમનાથ જિલ્લાની સૌથી મોટી પંચાયતોમાંની એક છે. આ ચૂંટણી માટે ગ્રામ પંચાયતમાં મહિલા અનામત હતી. તેથી માજી સરપંચ જીવીબેન બાંભણીયાએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે તેમના પુત્ર વિજય બાંભણિયાએ તેમના પત્ની પૂજાબેનને ઉમેદવાર બનાવ્યા હતા.