1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી
Written By
Last Updated : શનિવાર, 18 ડિસેમ્બર 2021 (21:57 IST)

ગુજરાતના આ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સાસુ અને પુત્રવધૂ વચ્ચે કાંટાની ટક્કર

રાજ્યમાં 19 ડિસેમ્બરે 8 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે, આવી સ્થિતિમાં ગીર-સોમનાથની દેલવાડા ગ્રામ પંચાયતના ચૂંટણી જંગમાં રસાકસી જોવા મળી રહ્યો છે. કારણ કે અહીં સરપંચ પદ માટે ઉમેદવારના સાસુ-સસરા અને પુત્રવધૂ વચ્ચે જંગ જામવાનો છે.
 
દેલવાડા ગ્રામ પંચાયતમાં બંનેએ પોતપોતાની પેનલ બનાવીને એકબીજા સામે પ્રચાર શરૂ કર્યો છે. આથી આ ચૂંટણીમાં કોણ જીતશે તેના પર સૌની નજર છે. વિધવા સાસુ સામે સરપંચ પદ માટે પુત્રવધૂએ ઉમેદવારી નોંધાવી, 15 હજારથી વધુ વસ્તી ધરાવતી દેલવાડા ગ્રામ પંચાયત, ગીર-સોમનાથ જિલ્લાની સૌથી મોટી પંચાયતોમાંની એક છે.
 
આગામી ચૂંટણી માટે ગ્રામ પંચાયતમાં મહિલા અનામત છે. એટલા માટે માજી સરપંચ જીવીબેન બાંભણીયાએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ગત ટર્મમાં તેમની સામે સરપંચ પદે રહેલા તેમના પુત્ર વિજય બાંભણિયાએ તેમના પત્ની પૂજાબેનને ઉમેદવાર બનાવ્યા છે. વિધવા માતાની પેનલ સામે પુત્રએ સરપંચ પદ માટે પત્નીને મેદાનમાં ઉતાર્યા બાદ દેલવાડા વિસ્તારમાં આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ માનવામાં આવી રહી છે.