ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
Written By
Last Updated : મંગળવાર, 23 ફેબ્રુઆરી 2021 (12:42 IST)

રાજ્યમાં અમદાવાદ સહિતની મહાનગર પાલિકાઓમાં ભાજપનો વિજય નિશ્ચિત, કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ, બપોર પછી ભાજપ જીતનો જશ્ન મનાવશે

અમદાવાદમાં સાંજે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજર રહેશે
નવરંગપુરાના ભાજપની પેનલની જીત થતાં ઉજવણી કરાઈ, ધારાસભ્ય રાકેશ શાહ પણ પહોંચ્યા  
 
ભાજપ વિજયોત્સવ મનાવવાની તૈયારીઓ કરી શરૂ. ખાનપુર કાર્યાલય પર આઈ કે જાડેજા, શહેર પ્રમુખ જગદીશ પંચાલ ની અધ્યક્ષતામાં ઉત્સવ અંગેની તૈયારીઓ અંગે આયોજન થઇ રહ્યું છે. બપોર પછી ભાજપ જીતનો જશ્ન મનાવશે, મહાનગરોમાં પણ ભાજપની જીતની ઉજવણી કરવામાં આવશે. આજે સાંજે અમદાવાદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહેશે.ઉમેદવારોની જીતને લઈને કાર્યકરો અને સમર્થકોએ ઢોલ નગારા વગાડીને ઉજવણી શરુ કરી દીધી છે. શહેરના વસ્ત્રાલ પેનલ જીતવા બદલ ઉમેદવાર અને સમર્થકોએ ભારત માતાકી જય નારા લગાવ્યા હતાં. એલ. ડી.કોલેજની બહાર સમર્થકોએ ઉજવણી કરી હતી, ઉમેદવારોને બહાર આવતા જ ઊંચકી લીધા અને ગુલાલ લગાવ્યું હતું.
સૈજપુર બોધા સહિત 6 વોર્ડમાં ભાજપની પેનલ જીતી
અમદાવાદના 24 વોર્ડની મતગણતરી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે અને બાકીના 24 વોર્ડની ગણતરી ગુજરાત કોલેજ ખાતે ચાલી રહી છે. જેમાં સૈજપુર બોધા, ખોખરા, નવરંગપુરા, જોધપુર,થલતેજ અને વસ્ત્રાલમાં ભાજપની પેનલ જીતી છે. હાલના ટ્રેન્ડમાં બહેરામપુરામાં ઓવૈસીની AIMIM 3, જ્યારે ભાજપ 65 બેઠક પર અને 10 બેઠક પર કોંગ્રેસ આગળ છે. જ્યારે જોધપુર વોર્ડના કાર્યકરો ઢોલ લઈને ઉજવણી માટે મતગણતરી પહોંચી ગયા છે.દાણીલીમડામાં ભાજપ અને કોંગ્રેસ 2-2 બેઠક પર આગળ છે. દરિયાપુર અને ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસ, જ્યારે જોધપુર, અસારવા, સૈજપુર બોધા, નવા વાડજ, ગોતા, બાપુનગર, ,નિકોલ, ખોખરા, નવરંગપુરા અને ગોતા વોર્ડમાં ભાજપની પેનલ આગળ છે.નવરંગપુરાના ભાજપની પેનલની જીત થતાં ઉજવણી કરાઈ, ધારાસભ્ય રાકેશ શાહ પણ પહોંચી ગયાં છે. બીજી બાજુ ગોતા વોર્ડના ભાજપના ઉમેદવારો વિજયી થતાં ગુજરાત કોલેજની બહાર કાર્યકરોએ ઢોલ વગાડીને વધાવી લીધાં હતાં. 
‘આપ’ અને ઓવૈસીએ કોંગ્રેસનો ખેલ બગાડ્યો
બીજી બાજુ કોંગ્રેસની સ્થિતિ પહેલાં કરતાં પણ નાજુક થતી શરૂઆતના ટ્રેન્ડમાં જોવા મળી છે. આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટીનું ખાતુ ખુલતાં કોંગ્રેસને મતનું નુકશાન ભોગવવું પડ્યું છે. વડોદરામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર થઈ રહી છે. અમદાવાદમાં ભાજપ આગળ રહેતા ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં કાર્યકરોનો જમાવડો થયો છે. શહેરમાં ગુજરાત કોલેજની બહાર જોધપુર વોર્ડના કાર્યકર્તાઓ ઉજવણી માટે તૈયાર થઈ ગયાં છે.અમદાવાદમાં પોલીસ- ભાજપ કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ હતી. પૂર્વ કોર્પોરેટર બિપિન સિક્કાની પોલીસ સાથે માથાકૂટની ઘટના સામે આવી છે. મતગણતરી કેન્દ્રમાં જવા બાબતે બોલાચાલી થઈ હતી.
ભાજપના ખાનપુર કાર્યાલય પર ઠંડો માહોલ
મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન ગણતરી શરૂ થયા બાદ શરૂઆતી પરિમાણો આવવા લાગ્યા છે. ત્યારે ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે 11 વાગ્યા સુધી કોઈ મોટી ચહલપહલ જોવા નથી મળી રહી. શરૂઆતી પરિણામોમાં ભલે ભાજપ આગળ હોય પરંતુ જે રીતે કોંગ્રેસની સાથે આપના ઉમેદવારોના મતોની નોંધ લેવાઈ છે, જેથી બન્ને પક્ષની ચિંતામાં વધારો કર્યો છે. તેવામાં ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે 10.30 વાગ્યે રાજ્યની મહાનગરપાલિકા ની ચૂંટણીના પ્રભારી આઈ. કે જાડેજા કાર્યાલય પહોંચ્યા છે. તે અગાઉ 9 વાગ્યે ભાજપ શહેર પ્રમુખ જગદીશ પંચાલ પણ કાર્યાલય પહોંચ્યા હતાં. કાર્યાલય ખાતેથી અમદાવાદ ના તમામ વોર્ડના વાલીઓને કાર્યાલય પહોંચવા માટે સૂચના આપવામાં આવી રહી છે. કાર્યાલય ખાતે હોલમાં ડિસ્પ્લે ગોઠવી સામુહિક રીતે પરિણામ જોવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
576માંથી 229ના ટ્રેન્ડમાં 162માં ભાજપ આગળ 
રાજ્યની 6 મહાનગર પાલિકામાં ઓછા મતદાન બાદ 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. રાજકોટમાં ભાજપને પહેલી જીત મળી છે. સુરતમાં સૌ પ્રથમ EVMની મતગણતરી શરૂ થઈ છે. ભાવનગરમાં વોર્ડ નંબર 7 અને 11ની પેનલ તથા જામનગરમાં વોર્ડ નંબરની પેનલના ભાજપના ચારેય ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. 6 મહાનગરપાલિકાની 576માંથી 229ના ટ્રેન્ડમાં 162માં ભાજપ આગળ છે, જ્યારે 45માં કોંગ્રેસ, 18માં AAP અને ઓવૈસીની પાર્ટી AIMIM 4 સીટ પર આગળ છે.સુરત વોર્ડ નંબર 4માં આપનો ઉમેદવાર આગળ, જ્યારે અમદાવાદના બહેરામપુરામાં ઔવેસીની પાર્ટી AIMIM આગળ છે. મહાનગરપાલિકાની મતગણતરીના શરૂઆતી ટ્રેન્ડમાં 105માં ભાજપ આગળ છે, જ્યારે અમદાવાદ, રાજકોટ, જામનગર અને ભાવનગર સહિત 21માં કોંગ્રેસ આગળ છે.