1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
Written By
Last Updated : ગુરુવાર, 21 જાન્યુઆરી 2021 (20:26 IST)

કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ- કહ્યું 182 સીટ જીતવા માટે ઓવૈસીને ગુજરાત બોલાવ્યા

અમદાવાદના દરિયાપુરથી કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ આરોપ લગાવતાં કહ્યું કે ભાજપના મતોનું વિભાજન કરવા માટે પોતાની બી ટીમ ઓવૈસીની પાર્ટીને ગુજરાતમાં ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ રાજ્યમાં 182 સીટો જીતવા માંગે છે તેના માટે ઓવૈસીને મોહરું બનાવી ગુજરાત બોલાવવામાં આવ્યા છે. 
 
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલનું રાજ્યમાં 182 સીટ જીતવાનું સપનું છે. એટલા માટે ઓવૈસીને ગુજરાતમાં લાવવામાં આવ્યા છે. ગુજરાતે ક્યારેય પણ ત્રીજી પાર્ટીને સ્વિકાર કરી નથી. આ પાર્ટીને ગુજરાત લાવવા પાછળ કોનો હાથ છે આ જનતા સારી રીતે જાણે છે. 
તો બીજી તરફ જમાલના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે એઆઇએમઆઇએમના અધ્યક્ષ સાબીર કાબલીવાલા 10 વર્ષ કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે. પરંતુ તેમણે સમાજ માટે કોઇ કામ કર્યું નથી. કાબલીવાલાની વર્ષ 2012ની ચૂંટણીમાં જે ભૂમિકા હતી તેના લીધે કોંગ્રેસની 70 વર્ષમાં પહેલીવાર જમાલપુર સીટ પર હાર થઇ હતી. કોંગ્રેસના જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલે કહ્યું કે એઆઇએમઆઇએમના અધ્યક્ષ કાબલીવાલા જમાલપુર વોર્ડમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડે છે તો તે પોતાના વિરૂદ્ધ ચૂંટણીમાં ઉભા રહેશે અને જીતીને બતાવશે.