શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 25 જૂન 2020 (10:35 IST)

કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયાને કોરોના પોઝિટિવ, કોંગ્રેસમાં ફેલાયો ભય

રાજકોટ જામનગર જિલ્લાના જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયાને કોરોના પોઝિટિવ આવતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.   જાણવા મળતી વિગતમુજબ જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા ને ગઈકાલે  રાત્રે રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ સ્ટાર કોવિડ -19 ખાતે સૌરાષ્ટ્રના જાણીતા ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો. જયેશ ભાઈ ડોબરીયા તેમની સારવાર કરી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય હોવાથી અનેક લોકોના સંપર્કમા આવ્યા હોવાથી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા મેડીકલ ચેક અપ અને સર્વેની કામગીરી  હાથ ધરાય છે.
 
આ વિશે મળતી માહિતી પ્રમાણે જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરિયા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોંગ્રેસ બેડામાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરતી વખતે અને પાર્ટીની બેઠકો અને નેતાઓ સાથેના સંપર્કમાં આવ્યા બાદ તેમને કોરોનાની અસર જોવા મળી હતી. ખાસ કરીને ભરતસિંહ સોલંકીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા તમામ ધારાસભ્યોનો રિપોર્ટ ધીમે ધીમે પોઝિટીવ આવવા લાગ્યો છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયા ભરતસિંહના સંપર્કમાં આવ્યા બાદ તેમને કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. ત્યારબાદ તેમને રિપોર્ટ કરાવતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે