શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 13 જૂન 2020 (18:16 IST)

કોંગ્રેસના ધારાસભ્યોએ બ્રિજેશ મેરજાના ગઢમાં હલ્લાબોલ કર્યો

કોંગ્રેસનાં ધારાસભ્યો એક પછી એક રાજીનામા આપતા સૌરાષ્ટ્રના 18 ધારાસભ્યને રાજકોટના નીલસિટી ક્લબ ખાતે બોલાવવમાં આવ્યા હતા. જે બાદ તમામ ધારાસભ્યો ગઢડા, રાજુલા, ધારી ગયા હતા. ત્યારે મોરબીમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામુ આપી દેતા તમામ ધારાસભ્યો મોરબી પહોચ્યા છે. ત્યારે કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું કે બ્રિજેશ મેરજાએ પોતાના સ્વાર્થ માટે પાર્ટી છોડી પ્રજા સાથે દ્રોહ કર્યો છે. આ સાથે જ તમામ લોકોને આગામી દિવસોમાં યોજાનારી પેટા ચૂંટણીમાં બ્રિજેશ મેરજાને પાઠ ભણાવવાની અપીલ કરી છે.

આ દરમિયાન ધારાસભ્યો સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું પણ ભૂલ્યા હતા. કોંગ્રેસના આ કાર્યક્રમ દરમિયાન એક પણ ધારાસભ્યએ માસ્ક પહેર્યું ન હતું અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે ધારાસભ્યો પાસે માસ્ક હોવા છતાં પણ માસ્ક પહેર્યું ન હતું. બ્રિજેશ મેરજાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપતા મોરબીના સરવડ અને ગાળા ગામમાં પોસ્ટર યુદ્ધ શરૂ થઈ ગયું છે. સરવડ અને ગાળા ગામમાં બ્રિજેશ મેરજાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં જેતપર, અણીયારી, રાસનગપર ગામોએ પ્રતિબંધ લગાવ્યો હતો. હવે સરવડ અને ગાળા ગામે પ્રતિબંધ લગાવ્યો છે. જ્યારે મોરબીના ચમનપરમાં બ્રિજેશ મેરજાના સમર્થનમાં પોસ્ટર લાગ્યા છે