રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
Written By
Last Modified: રવિવાર, 28 ફેબ્રુઆરી 2021 (19:23 IST)

લોકશાહી પર્વની ઉજવણીમાં મતદારોમાં બપોર બાદ ભારે ઉત્સાહ, જુઓ કેટલું થયું મતદાન

સાંજના પ.૦૦ કલાક સુધીમાં જિલ્લા પંચાયતમાં ૬૭.૨૭ ટકા, તાલુકા પંચાયત
 કલોલમાં ૬૮.૨૫ ટકા, માણસામાં ૬૭.૨૭ ટકા અને દહેગામમાં ૬૯.૪૧ ટકા મતદાન
---------------------------------------
સાંજના પ.૦૦ કલાક સુધીમાં નગરપાલિકા કલોલમાં ૫૫.૮૬, 
દહેગામમાં ૬૫.૮  અને માણસામાં ૪૭.૮૫ ટકા મતદાન
----------------------------------------
 
ગાંધીનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની સામાન્ય / પેટા ચૂંટણીઓ નિર્ભય, મુક્ત, ન્યાયિક અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ હતી. સાંજના પ.૦૦ કલાક સુધીમાં ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ૬૭.૨૭ ટકા, તાલુકા પંચાયતમાં કલોલમાં ૬૮.૨૫, માણસામાં ૬૭.૨૭ અને દહેગામમાં ૬૯.૪૧ ટકા મતદાન થયું હતું. જયારે કલોલ નગરપાલિકામાં ૫૫.૮૬, દહેગામ નગરપાલિકામાં ૬૫.૮ ટકા અને માણસા નગરપાલિકામાં ૪૭.૮૫ ટકા મતદાન થયું હતું.
 
ગાંધીનગર જિલ્લા પંચાયતની ૨૮ બેઠકો, કલોલ તાલુકા પંચાયતની ૨૬, માણસા તાલુકા પંચાયતની ૨૬ અને દહેગામ તાલુકા પંચાયતની ૨૮ બેઠકોની સાથે સાથે કલોલ તથા દહેગામ નગરપાલિકા અને માણસા નગરપાલિકાની બે બેઠકો માટે આજે મતદાન યોજાઇ હતું. સ્થાનિક સ્વરાજયની ચૂંટણી-  ૨૦૨૧ના મતદાનનો આરંભ સવારના ૭.૦૦ કલાકે થયો હતો. દિવસ જેમ જેમ આગળ વધતો હતો, તેમ તેમ લોકશાહીના આધારસ્તંભ એવા મતદારોમાં ઉત્સાહ વધતો હતો. મતદારોના કોરોનાથી સંક્રમિત ન થાય તેની ખાસ તકેદારી પણ રાખવામાં આવી હતી. મતદાન મથકોમાં મતદાન માટે આવતા સર્વે મતદારોને હાથ સેનિટાઇઝેર કરવામાં આવતા હતા. તેની સાથે સાથે થર્મોમીટરગન વડે મતદારોના શરીરનું તાપમાન માપવામાં આવતું હતું.  તેમજ તેમને હાથમાં પહેરવા માટે ખાસ પ્લાસ્ટિકની કોથળીના હેન્ડ મોજા આપવામાં આવતા હતા. તમામ મતદારોએ પોતાના પવિત્ર મતદાનનો ઉપયોગ સોશ્યિલ ડિસ્ટન્સીંગને જાળવીને કરતા હતા.
 
આજે સામાન્ય દિવસ કરતા થોડીક ગરમી વધુ હોવા છતાં પણ મતદારો ઉત્સાહ સાથે લોકશાહીના મહાપર્વમાં  સહભાગી બનાવા માટે  પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સવાર કરતા ગ્રામ્ય વિસ્તારમાં બપોરના સમયએ મતદાન કરવાની હરોળ લાગી હોય તેવું લાગી રહ્યું  હતું સવારના ૯.૦૦ કલાક દરમ્યાન કલોલ નગરપાલિકામાં ૮.૧૭ ટકા, દહેગામ નગરપાલિકામાં ૯.૩૭ ટકા અને માણસા નગરપાલિકામાં ૫.૦૬ ટકા જેટલું મતદાન થયું હતું. જયારે જિલ્લા પંચાયતની સીટો માટે સવારના ૯.૦૦ કલાક સુધીમાં ૯.૩૬ ટકા મતદાન અને તાલુકા પંચયાતના મતદાનમાં સવારના ૯.૦૦ કલાક દરમ્યાન કલોલ તાલુકા પંચાયતની બેઠકમાં ૮.૪૫ ટકા, માણસા તાલુકા પંચાયતમાં ૮.૮૮ ટકા અને દહેગામ તાલુકા પંચાયતમાં ૧૦.૩૪ ટકા મતદાન થયું હતું. 
 
તેમજ સવારના ૭.૦૦ થી ૧૧.૦૦ કલાક સુધીમાં કલોલ નગરપાલિકામાં ૨૧.૪૯ ટકા, દહેગામ નગરપાલિકામાં ૨૪.૨૯ ટકા, માણસા નગરપાલિકામાં ૧૯.૪૨ ટકા મતદાન થયું હતું. તેમજ જિલ્લા પંચયાતમાં ૨૬.૬ ટકા અને તાલુકા પંચાયત કલોલમાં ૨૫.૯૨, માણસામાં ૨૭.૩૧ અને દહેગામમાં ૨૮.૩૨ ટકા જેટલું મતદાન થઇ ગયું હતું. દિવસ ઢળવાની તરફ જઇ રહ્યો હતો તેમ મતદાનની ટકાવારીનો આંકનો ગ્રાફ ઉંચો જતો સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો. 
 
સવારના ૭.૦૦ કલાક થી બપોરના ૩.૦૦ કલાક દરમ્યાન કલોલ નગરપાલિકામાં ૪૬.૬૧ ટકા, દહેગામ નગરપાલિકામાં ૫૫.૨૪ ટકા, માણસા નગરપાલિકામાં ૪૧.૬૩ ટકા, જિલ્લા પંચાયતમાં ૫૮.૪૯ તથા કલોલ તાલુકા પંચાયતમાં ૫૮.૧ ટકા, માણસા તાલુકા પંચાયતમાં ૫૮.૫૫ ટકા અને દહેગામ તાલુકા પંચાયતમાં ૬૧.૫૭ ટકા મતદાન બપોરના ૩.૦૦ કલાક સુધીમાં થયું હતું. સમગ્ર ગાંધીનગર જિલ્લામાં મતદાનની સમગ્ર પ્રક્રિયા ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં અને મતદારોના ભારે ઉત્સાહ સાથે સંપન્ન થયું હતું.