અમારી પાસે બહુ 'પાવર' (વીજળી) છે, ગુજરાતે રેલ્વેને પૂછ્યું...જોઇએ છે?

Last Modified બુધવાર, 27 જુલાઈ 2016 (14:33 IST)
                                                                                                                                              
ગુજરાત સરકારે રેલ્વેને સરપ્લસ વિજળી વેચવાની ઓફર કરી છે. ટ્રેનો દોડાવવા માટે દેશભરમાં અન્ય કામકાજ માટે આ વિજળી ગુજરાતને વેચવી છે. હસ્તકના એકમો હાલ ૧પ૦૦ મેગાવોટથી ર૦૦૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન કરે છે જે આવતા વર્ષોમાં વધીને ૪૦૦૦ મેગાવોટ થશે. આ વધારાની વિજળી રેલ્વેને રાહતદરે નેશનલ ગ્રીડ થકી સપ્લાય થઇ શકે તેમ છે.

      ર૦૧૩-૧૪માં રેલ્વેએ દેશભરમાં ૪૦૦૦ મેગાવોટ વિજળી માટે રૂ.૧૦,૦૦૦ કરોડનુ ચુકવણુ કર્યુ હતુ. જો ગુજરાત પોતાની વધારાની વિજળી રેલ્વેને વેચે તો ગુજરાત સરકાર અને રેલ્વે બંનેને ફાયદો થાય તેમ છે.

      ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભ પટેલે અહી રેલ્વે મંત્રી સુરેશ પ્રભુ સાથે વાતચીત કરી હતી. સૌરભ પટેલે જણાવ્યુ હતુ કે, અમે આ બાબતે વિગતવાર ચર્ચા-વિચારણા કરી છે. વિજળી વેચવાની ઓફર મામલે પ્રભુએ હકારાત્મક વલણ અપનાવ્યુ હતુ અને પોતાના અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે ગુજરાત પાસેથી વિજળી ખરીદવાની શકયતાઓ તપાસી જવામાં આવે. રેલ્વે મંત્રાલયને આ બાબતે ફિઝીબીલીટી રિપોર્ટ તૈયાર કરી સોંપવામાં આવશે. આ માટે સીનીયર ઓફિસરોની અલગ બેઠક પણ મળશે.

      ગુજરાતના પ્રધાને કહ્યુ હતુ કે, ગુજરાતના માલિકીના પાવર ઉત્પન્ન કરતા એકમો ૧પ૦૦ થી ર૦૦૦ મેગાવોટની વિજળીનું નિર્માણ કરી શકે તેમ છે. આ ૧પ૦૦ થી ર૦૦૦ મેગાવોટની વિજળી વણવપરાયેલી રહે છે. આવતા વર્ષોમાં ગુજરાત પાસે ૪૦૦૦ મેગાવોટ વિજળીની ક્ષમતા થઇ જશે તેથી લાંબાગાળા માટે તે રેલ્વેને આપી શકાશે.

      ર૦૧૩-૧૪માં ભારતીય રેલ્વેએ ૧૭.પ બીલીયન યુનીટ વિજળી વાપરી હતી. જે ૪૦૦૦ મેગાવોટ જેટલી હતી અને તેણે આ માટે રૂ.૧૦,૦૦૦ કરોડનું ચુકવણું પણ કર્યુ હતુ. રેલ્વેએ ર૦૧૩-૧૪માં વાપરેલી ૪૦૦૦ મેગાવોટની વિજળી દેશના કુલ વિજળી ઉત્પાદનના ૧.૮ ટકા છે. હાલ રેલ્વે વિવિધ રાજય સરકારો અને કેન્દ્રીય વિજળી ઉત્પન્ન કરતા એકમો પાસેથી જરૂરીયાત મુજબની વિજળી ખરીદી રહ્યુ છે.


આ પણ વાંચો :