રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભીકા શર્મા|

ઈટલીની 16 લાખની બાઈક્સ ઈંડિયામાં

બાઈક રાઈડર્સ માટે વર્ષ 2014 ખૂબ જ ખુશીઓ લઈને આવી રહ્યુ છે. અત્યાર સુધી દેશમાં ઈટલીમાં બનેલ કાર જ જોવા મળી છે, પણ પહેલીવાર ઈટાલિયન બાઈક મેકર મોટો મોરિનીએ આવનાર દિલ્હી ઓટો એક્સપોમાં પોતાની બે પાવરફુલ બાઈક્સ લોંચ કરવાનો નિર્ણય કર્યો છે.

સૂત્રોનુ માનીએ તો મુંબઈમાં આવેલ કસ્ટમ બાઈક બનાવનારી એક ફર્મ વર્દેચીએ મોટો મોરિનીની સાથે મળીને ભારતમાં ઈટલીની બાઈકને વેચવાની તૈયારી કરી લીધી છે. આ બાઈક્સને ઈંડિયામાં બનાવવાને બદલે સીધા ઈટલીથી આયાત કરવામાં આવશે અને પછી ઈંડિયામાં તેનુ વેચાણ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે.
P.R


મોટો મોરિની જે બે બાઈક્સને લોંચ કરી શકે છે તેમા પ્રથમ બાઈક છે ગ્રેન પાસો 1200 અને બીજી બાઈક છે સ્ક્રૈમ્બલર. ગ્રેન પાસો 1200માં 1187 સીસીનુ વી-ટ્વીનું ઓવ્હરસ્કૈયર એંજિન હશે જ્યારે કે સ્ક્રૈમ્બલરને સમાન એંજિનની સાથે ઓલ ટૈરેન બાઈકના રૂપમાં ડેવલોપ કરવામાં આવી છે.


મોટો મોરિની સ્ક્રૈમ્બરના આગલા વ્હીલ્સમાં મારજોકી અપસાઈટ ડાઉન ફોર્ક શોક એબ્જોર્બર જ્યારે કે પાછળના વ્હીલ્સ માટે એડજસ્ટેબલ શોક એબ્જાર્બર હશે. ગ્રેનપાસોમાં ફ્રંટ શોક એબ્જાર્બર મારજોકી અપસાઈડ ડાઉન ફોર્ક જ્યારે કે રિયર મોનો શૉક એબ્જાર્બર છે.
P.R

બંને બાઈક્સના ટેકનિકલ ડિટેલ્સ અત્યાર સુધી જાહેર કરાયા નથી. બંને બાઈક્સનુ લુક ખૂબ એગ્રેસીવ છે. હાઈટના બાબતે ગ્રેનપાસોની ઊંચાઈ સ્ક્રૈમ્બરલથી થોડી વધુ છે. સૂત્રોનુ માનીએ તો બંને બાઈક્સને ભારતીય પરિસ્થિતિયો મુજબ ડિઝાઈન કરવામાં આવી છે. આ મોડલ્સની શરૂઆતી કિમંત લગભગ 16 લાખ રૂપિયા રહેવાની શક્યતા છે.