1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|

એયર ઈંડિયા ઘટાડશે વિદેશી પાયલોટોનુ વેતન

રોકાણ ઘટાડવા અને ભારતીય અને વિદેશી પાયલોટનુ વેતન પેકેજનુ અંતર ઓછુ કરવાના મુદ્દા પર એયર ઈંડિયાએ બુધવારે વિદેશી પાયલોટોની નિમણૂંક કરનારી એજંસીઓની બેઠક બોલાવી છે. જેમા વિદેશી પાયલોટોનુ વેતન 10 ટકા ઘટાડવાના પ્રસ્તાવ પર વિચાર થશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે નિયુક્તિ એજંસીઓ એકતરફનુ વેતન ઘટાડવાના કોઈપણ પ્રસ્તાવનો વિરોધ કરી રહી છે. વિદેશી પાયલોટોના વેતન અને ભથ્થામાં કપાત પહેલા એજંસીઓ આ વિશે વિચાર-વિમર્શની માંગ કરી રહી હતી, જેને ધ્યાનમાં રાખતા આ બેઠક બોલાવવામાં આવી છે.