ઓબામા આર્થિક ટીમની જાહેરાત કરશે

વોશિંગટન| વાર્તા| Last Modified સોમવાર, 24 નવેમ્બર 2008 (19:14 IST)

અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા બરાક ઓબામા સોમવારે શિકાગોમાં આર્થિક ટીમની જાહેરાત કરશે.

ઓબામાના નજીકના સૂત્રોએ જણાવ્યુ કે ન્યૂયોર્ક ફેડરલ રિઝર્વના અધ્યક્ષ ટિમોટી જિટનરને પોતાની ટ્રેજરી સચિવ બનાવવાની યોજના છેૢ અને પૂર્વ ટ્રેજરી સચિન લોરેંસ સૂમરને વ્હાઈટ હાઉસ રાષ્ટ્રીય આર્થિક પરિષદના નિર્દેશક બનાવવાની યોજના છે.

આ બંને અધિકારિ દેશને સૌથી મોટી મંદીમાંથી બહાર કાઢવામાં ઓબામા સરકારને મદદ કરશે. પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટનના સહયોગી રહી ચૂકેલા પીટર ઓરેન્જને વ્હાઈટ હાઉસના બજેટ નિર્દેશક બનાવવાના સમાચાર છે.


આ પણ વાંચો :