ખાદ્ય મોંઘવારી દર ઘટીને 13.93 ટકા થયો

Food-inflation
નવી દિલ્હી | ભાષા| Last Modified શુક્રવાર, 7 મે 2010 (11:11 IST)

ND
N.D
દેશનો વાર્ષિક 24 એપ્રિલના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં ઘટીને 13.93 ટકા થઈ ગયો. ગત સપ્તાહમાં તે દર 16.61 ટકા હતો.

કેંદ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ગુરુવારે જારી આધિકારિક આંકડાઓ અનુસાર ઘંઊ અને શાકભાજીના ભાવોમાં આવેલા ઘટાડાથી ખાદ્ય મોંઘવારીનો દર ઘટ્યો છે. સમીક્ષાધીન સપ્તાહમાં ખાદ્ય વસ્તુઓના સૂચકાંકમાં 0.1 ટકાની પડતી આવી છે.

ગૈર-ખાદ્ય વસ્તુઓં અને ઈંધણના સૂચકાંકમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. વાર્ષિક આધાર પર સમીક્ષાધીન સપ્તાહમાં દાળ, દૂધ અને અનાજની કીમતોમાં વૃદ્ધિ થઈ, જ્યારે બટેટા, ડુંગળી અને શાકભાજીની કીમતોમાં ઘટાડો આવ્યો. ઈંધણ, ફાઇબર જેવી ગૈર ખાદ્ય વસ્તુઓની કીમતો ગત વર્ષના સ્તરથી વધારે છે.
એશિયા અને પ્રશાંત ક્ષેત્ર માટે સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક પંચે એક સર્વેક્ષણમાં કહ્યું કે, ભારતમાં વર્ષ 2010-11 ના વાર્ષિક ફૂગાવાનો દર 7.5 ટકાની નજીક રહેશે.


આ પણ વાંચો :