1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: મુંબઈ , સોમવાર, 14 ડિસેમ્બર 2009 (15:55 IST)

ડોલરના મુકાબલે રૂપિયો 20 પૈસા નબળો

વિદેશી સંસ્થાગત રોકાણકારો તરફથી બજારથી પૂંજી કાઢવામાં આવવાની આશંકાથી રૂપિયો આજે ડોલરના મુકાબલે 20 પૈસા તુટીને 46. 73 પર ખુલ્યો.

આંતરબેન્ક વિદેશી મુદ્રા બજારમાં રૂપિયો 20 પૈસા નબળો થઈને 46. 73 પર ખુલ્યો. શુક્રવારે રૂપિયો 11 પૈસાની મજબૂતી સાથે 46. 53 : 54 પર બંધ થયો હતો.

વેપારીઓના અનુસાર એશિયાઈ બજારોમાં પડતી વચ્ચે વિદેશી સંસ્થાગત રોકાણકારો તરફથી બજારમાંથી મૂડી કાઢી લેવામાં આવવાની આશંકાએ રૂપિયાના વલણ પર અસર પાડી. એશિયાઈ બજાર આજે સવારના વેપારમાં 1.20 ટકા નીચે રહ્યું.