1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|

નાણાકીય સંકટ લાંબા સમય સુધી રહી શકે છે - મૂડીઝ

વૈશ્વિક ક્રેડિટ રેટિંગ એજંસી મૂડીઝે આજે ચેતાવણી આપતા કહ્યુ કે અમેરિકી બ્રિટન અને 15 અન્ય મુખ્ય દેશોમાં નાણાકીય સંકટ વધુ વર્ષો સુધી રહી શકે છે. જો કે આ પણ સત્ય છે કે આ દેશ ધીરે ધીરે મંદીમાંથી બહાર નીકળી રહ્યા છે.

અન્ય 17 દેશોમાં ઘણાએ અર્થવ્યવસ્થાને નાણાકીય સંકટમાંથી બહાર લાવવા માટે ગયા વર્ષથી સાર્વજનિક ખર્ચ વધાર્યો છે.

મૂડીઝ ઈનવેસ્ટર્સ સર્વિસે વૈશ્વિક અર્થવ્યવસ્થાના પરિદ્રશ્ય પર પોતાની રિપોર્ટમાં કહ્યુ છે, - વૈશ્વિક નાણાકીય મંદી સમાપ્તિના આરે થઈ શકે છે. પરંતુ નાણાકીય સંકટ એએએ દરજ્જો મેળવેલ દેશોમાં આવતા કેટલાક વર્ષો સુધી રહી શકે છે. એજંસીના મુજબ આવતા કેટલાક વર્ષો સુધી અમેરિકા, બ્રિટન, ફ્રાંસ અને જર્મનીને પડકારોનો સામનો કરવો પડશે. એજંસીએ સોવરેન રેટિંગ એએએ 17 દેશોને વહેંચી છે.

એએએ રેટિંગ પ્રાપ્ત અન્ય દેશોમાં ઓસ્ટ્રેલિયા, લક્જમબર્ગ, સ્વિટ્ઝરલેંડ, ન્યૂઝીલેંડ, ઓસ્ટ્રેલિયા, કનાડા, ડેનમાર્ક, ફિનલેંડ, નીધરલેંડ, નોર્વે, સિંગાપુર, સ્પેન અને સ્વીડનનો સમાવેશ છે.