1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: ગુડગાંવ , રવિવાર, 6 ડિસેમ્બર 2009 (16:04 IST)

માઈક્રોમેક્સ કરશે 100 કરોડનું રોકાણ

ગુડગાંવ સ્થિત કંપની માઇક્રોમૈક્સ હિમાચલ પ્રદેશમાં પોતાના કારખાનામાં મોબાઈલ હેંડસેટનું ઉત્પાદન શરૂ કરવા માટે આગામી એક વર્ષમાં 100 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

માઇક્રોમૈક્સના નિર્દેશક વિકાસ જૈને જણાવ્યું કે, ટ અમે હિમાચલ પ્રદેશના બદ્દી સ્થિત અમારા કારખાનામં આગામી વર્ષે ફેબ્રુઆરી સુધીમાં મોબાઇલ હૈંડસેટોનું ઉત્પાદન શરૂ કરી દઈશું અને શરૂઆતી ઉત્પાદન ક્ષમતા 50,000 હૈંડસેટોની હશે.

તેમણે કહ્યું કે, કંપની વર્તમાનમાં ચીન, તાઈવાન અને દક્ષિણ કોરિયાથી હેંડસેટોની ખરીદ કરે છે. જેને કહ્યું કે, આગામી નાણાકિય વર્ષમાં ક્ષમતા વધારીને 10 લાખ હેંડસેટ પ્રતિ માસની કરી દેવામાં આવશે.