મોંઘવારી દર વધીને 9.89 ટકા

નવી દિલ્હી | ભાષા| Last Modified સોમવાર, 15 માર્ચ 2010 (15:44 IST)

મોંઘવારી દરમાં ઉછાળ યથાવત છે. તાજા આંકડાઓ અનુસાર તે 8.56 થી વધીને 9.89 ટકા પર પહોંચી ગઈ છે. સરકાર દ્વારા જારી મોંઘવારીના આંકડાઓ અનુસાર ફેબ્રુઆરી માસમાં સૌથી વધુ ભાવ ખાદ્ય પદાર્થોના વધ્યા. આ કારણે ફૂગાવાના દરમાં પણ વૃદ્ધિ થઈ.

ઉલ્લેખનીય છે કે, મોંઘવારીને લઈને કેન્દ્ર સરકાર સતત આલોચનાનો ભોગ બની રહી છે. વડાપ્રધાન સુધી તેને લઈને ચિંતા જાહેર કરી ચૂક્યાં છે. નાણા અને કૃષિ મંત્રાલય તેમાં ઘટાડો આવવાના કેટલાયે આશ્વાસન આપી ચૂક્યાં છે પરંતુ પરિણામ સામે છે.

ભાજપ અને ડાબેરી મોર્ચા સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દા પર સરકારને સંસદાઅં ઘણી વખત ઘેરી ચૂકી છે. સામાન્ય બજેટના ઠીક પહેલા ચર્ચા દરમિયાન ભાજપે મોંઘવારીને લઈને સરકાર પર હોબાળો મચાવ્યો હતો. સ્થિતિની ભયાવહતાનો અંદાજો એ વાતથી લગાડી શકાય છે કે, તાજેતરમાં વિપક્ષ સરકારથી મોંઘવારી પર શ્વેત પત્ર લાવવાની માગણી સુધી કરી ચૂક્યું છે.


આ પણ વાંચો :