શેર બજારને આધાર ના માની શકાય

નવી દિલ્હી| ભાષા| Last Modified શનિવાર, 28 ફેબ્રુઆરી 2009 (17:09 IST)

સત્યમ કોમ્પ્યુટરના અધિગ્રહણમાં રસ રાખનાર પ્રવાસી ભારતીય ઉદ્યોગપતિ બી કે મોદીએ આજે કહ્યું કે શેર બજારનું મૂલ્યાંકન આ સંકટગ્રસ્ત કંપની માટે આરક્ષિત મૂલ્ય નક્કી કરવામાં આધાર તરીકે માની ના શકાય.

મોદીએ કહ્યું કે, શેર બજારના મબલ્ય આ મામલે બેન્ચમાર્ક માની ના શકાય, કારણ કે કંપનીની વાસ્તવિક પરિસંપત્તિઓ અને દેવું બજાર સાથે સંકળાયેલ વસ્તુ નથી.

તેમણે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે, હરાજી જ તેનું મૂલ્ય નક્કી કરશે. મોદી ઉપરાંત એંજિનિયરીંગ ક્ષેત્રની મોટી કંપની એલ એન્ડ ટી અને હિન્દુજા પણ સત્યમની ખરીદીમાં રસ રાખી રહ્યા છે.


આ પણ વાંચો :