સોનું બેન્કમાં મુકવાથી વ્યાજ મળશે!

કાનપુર| ભાષા|

ઘર કે લોકરમાં સોનું રાખવું તે હવે ફાયદાકારક નથી. કારણ કે ભારતીય સ્ટેટ બેન્કે પોતાના ગ્રાહકો માટે સ્વર્ણ જમા યોજના-ગોલ્ડ ડિપોઝીટ સ્કીમની શરૂઆત કરી છે. જેમાં ગ્રાહકોને બેન્કમાં ઓછામાં ઓછું 500 ગ્રામ સોનું જમા કરાવવાનું રહેશે. જેના પર તેમને આકર્ષક વ્યાજ પણ મળશે.

સ્ટેટ બેન્કનાં જણાવ્યા મુજબ કાનુપરમાં માલ રોડ શાખા પર યોજનાની શરૂઆત કરવામાં આવી છે. તેમજ લખનઉ, મુરાદાબાદ અને વારાણસી ખાતે પણ સ્ટેટ બેન્કની શાખાનાં ગ્રાહકો યોજનાનો લાભ ઉઠાવી શકશે.

ગ્રાહકોએ 500 ગ્રામ સોનું પાંચ વર્ષ માટે જમા કરાવવાનું રહેશે. જે ઉપર ક્રમશઃ એક ટકા, સવા ટકા અને દોઢ ટકા વ્યાજ મળશે. તેમજ સમયઅવધિ પૂર્ણ થતાં વ્યાજની રકમ કે સોનું પણ લઈ શકાય છે. સ્ટેટ બેન્કે લખનૌમાં વર્ષમાં 600 કિલો સોનું એકત્રિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.


આ પણ વાંચો :