શેરબજારે દિવાળી પહેલાં દેવાળું ફુક્યું

મુંબઈ| ભાષા|

વૈશ્વિક આર્થિક મંદીની સુનામીની અસર તેમજ પ્રથમ વખત છ માસિક લોન અને મુદ્રા સ્થિતિમાં કોઈ પ્રકારનો ફેરફાર ન કરતાં નિરાશ થયેલા રોકાણકારોએ વેચવાલી કરતાં શેરબજાર 1071 પોઈન્ટ તુટીને 8701 પોઈન્ટ સુધી આવી ગયો હતો. તો નિફ્ટી 359 પોઈન્ટ તુટીને 2584 પોઈન્ટ આવી ગયો હતો.

માર્કેટની શરૂઆતથી જ મંદીની ઝપેટમાં આવી ગયો હતો. રીઝર્વ બેન્કની નીતિમાં કોઈ પ્રકારનો ફેરફાર ન કરાતાં માર્કેટ 35 મહિનામાં સૌથી નીચા સ્તરે આવીને 8701 પર બંધ થયો હતો.

તો ક્રુડ ઓઈલમાં પણ ભાવ ઘટતાં ઓઈલ અને ગેસ કંપનીઓનાં શેર પણ તુટ્યા હતાં. ઉલ્લેખનીય છે કે શેરબજારે સૌથી મોટો કડાકો 21 જાન્યુઆરીનાં રોજ 1408નાં દિવસે આવ્યો હતો.
બજારમાં ઐતિહાસિક કડાકીની સાથેસાથ

સેંસેક્સમાં ટકાવારીની દ્રષ્ટિએ હજુ સુધીનો બીજો સૌથી મોટો કડાકો
આર.બી.આઇ તરફથી રેટ નીતિ યથાવત રખાતા પ્રતિકુળ અસ
ક્રેડિટ પોલિસીની નીતિ યથાવત રહેતાં મંદીનું મોજુ ફરી વળ્યુવૈશ્વિક મંદી હવે એશિયામાં ઘર કરી રહી છ
ભારત, યુરોપ, અમેરિકા, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને જાપાનના બજારો ધરાશાય
સેંસેક્સમાં 1071 પોઇન્ટનો જ્યારે નિફ્ટીમાં 359નો કડાક
સેંસેક્સમાં રીયાલીટીના શેર ડી.એલ.એફમાં 23.95 ટકાનો સૌથી મોટો ઘટાડમિડકેપ અને સ્મોલકેપના કેટલાક કાઉન્ટરો ઉપર પણ વેચવાલ
રિયાલીટી, બેંક, કેપિટલ ગુડ્ઝમાં અવિરત ભારે વેચવાલ
રેનબેક્સી, તાતા મોટર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિતના શેરોમાં 15થી 18 ટકાનો ઘટાડો


આ પણ વાંચો :