સમગ્ર દેશમાં એક જ પ્રકારનો ટેક્સ અમલી કરવાની માગણી

Last Modified ગુરુવાર, 22 જાન્યુઆરી 2015 (17:16 IST)
દ્વારા રજુ થનારા આગામી બજેટમાં વ્યક્તિગત આવક મર્યાદા પાંચ લાખની કરવા તથા સમગ્ર દેશમાં એક જ પ્રકારનો અમલી કરવાની માગણી ભાવનગર ડીસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ ઈન્ડસ્ટ્રીઝે કેન્દ્રીય નાણામંત્રી સમક્ષ કરી આ મુદ્દાઓને આગામી બજેટમાં સમાવવા ભારપૂર્વક રજુઆત કરવામાં આવી હતી.

માઈક્રો, સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઈઝીસ (એમ.એસ.એમ.ઈ.) સેકટર તળેની ઈન્ડસ્ટ્રીઝ જે આપણા દેશના અર્થતંત્રની કરોડ રજ્જુ સમાન છે. રાષ્ટ્રના ઔદ્યોગિક ક્ષેત્રે રોજી રોટી મેળવતા ૬૦ ટકા લોકો એમ.એસ.એમ.ઈ. ઈન્ડસ્ટ્રીઝ ઉપર નિર્ભર છે. એવા સંજોગોમાં આવનારા બજેટમાં આ સેકટરને વધુમાં વધુ બેનીફીટ મળે એ અંગે પણ જણાવાયું હતું. વિશેષ રજુઆતમાં ૮૦ સી. નીચે હાલની મુક્તિ મર્યાદા ૧.૫ લાખ છે તે ૩ લાખની કરવી જોઈએ. વ્યક્તિગત આવકવેરો જો એક સાથે નાબુદ ન થઈ શકે તો આ વર્ષે તેની લીમીટ રૃા. ૫ લાખ કરવી જોઈએ.

કિસાન વિકાસ પત્ર (કે.વી.પી.)ની જેમ ઈન્ફાસ્ટ્રકચર બોન્ડ બહાર પાડવા અને તેને આવક વેરામાંથી મુક્તિ આપવી જોઈએ. કાળું નાણું નાબુદ કરવા માટે ઘનિષ્ઠ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ કાળુ નાણું કઈ રીતે ઉદભવે છે તે વિશે વિચારવું જોઈએ અને તેને તના ઉદભવ સ્થાનેથી જ નાબુદ કરવું જોઈએ. કાળુનાણું ઉત્પન્ન થવાના મુખ્ય બે કારણો છે. રીયલ એસ્ટેટ અને વધુ પડતા કરવેરા. રીઅલ એસ્ટેટમાં ૪૦થી૫૦ ટકા વ્યવહાર કાળાનાણાંમાં થાય છે. આથી તેને રેગ્યુલરાઈઝ કરવું ખુબ જ જરૃરી છે. તેમજ ઉંચા કરવેરાના દરો ખાસ કરીને વ્યક્તિગત ાવકવેરો, એકસાઈઝ, સેલટેક્ષ, આયાત થતાં માલ ઉપર કસ્ટમ ડયુટી, સર્વિસ ટેક્ષ કે જેની જાળ બધા જ નાગરિકોને આવરી લે છે આ ઉપરાંત લોકલ બોડી ટેક્ષ જેવા કે ઓકટ્રોય, હાઉસટેક્ષ વિગેરે. આટલા બધા કરો હોવાથી લોકો બીલ વગર માલ ખરીદ વેચાણ કરે છે જેને કારણે કાળુનાણું ઉદભવે છે. આવા સંજોગોમાં એક જ પ્રકારનો ટેક્ષ હોવો જોઈએ. ખાસ કરીને જ્યારે ટુંક સમયમાં સરકાર જીએસટી લાવી રહી છે ત્યારે આ ટેક્સની અંદર બધા જ ટેક્સનો સમાવેશ કરી લેવો જોઈએ. અને તેનો દર ખુબ જ નીચે રાખવો જોઈએ. જેની શરૃઆત આ વર્ષના બજેટમાં બધા જ કરવેરાના દરો ઘટાડી કર માળખામાં ઘરમુળથી ફેરફાર કરવા માંગણી કરવામાં આવી હતી.

સર્વિસ ટેક્સ અંગે હાલમાં ટ્રાન્સપોર્ટ દ્વારા હેરફેર થતાં માલ માટે પ્રથમથી જ સર્વિસ ટેક્ષ લાગે છે જે નાબુદ કરવો જોઈએ અને રૃા. ૧૫ લાખ સુધી ફલેટ સર્વિસ ટેક્સમાં માફી આપવી જોઈએ. આ સિવાય એકસાઈઝ લીમીટ જે હાલમાં ૧.૫ કરોડની છે તે એમ.એસ.એમ.ઈ. માટે ૩ કરોડ કરવી જોઈએ. વધુમાં હાલમાં ટીડીએસ માફી લીમીટ જે રૃા. ૫ હજાર છે તેને રૃા. ૨૫ હજાર સુધી માફી આપવાની માંગણી ભાવનગર ડીસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ ઈન્ડસ્ટ્રીઝે કરી હતી.
આ પણ વાંચો :