ધાણા બજારમાં તેજી

વાર્તા| Last Modified ગુરુવાર, 31 જુલાઈ 2008 (18:56 IST)

ભારત વિશ્વમાં સૌથી વધુ ધાણાનું ઉત્પાદન કરે છે. સૌથી મોટું બજાર રાજસ્થાનનાં કોટામાં આવેલું છે. હાલ ધાણાં બજારમાં તેજી આવતાં ભાવ રૂ.9,094 પ્રતિ ક્વિન્ટલ બોલાય છે.

વર્ષ 2008-09નાં પ્રથમ બે મહિનામાં દેશમાંથી ધાણાની નિકાસ 6,750 ટન રહી છે. દેશમાં ધાણા સૌથી વધુ રાજસ્થાનમાં ઉત્પન્ન થાય છે. ત્યારબાદ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને બિહારનો નંબર થાય છે.

હાલમાં માંગ વધવાથી ધાણા બજારમાં તેજી આવી છે. દક્ષિણનાં રાજ્યોમાં માંગ વધવાથી મલ્ટી કોમોડીટી એક્સચેન્જમાં ધાણાનો ભાવ 2.45 ટકા સુધી વધી ગયો છે.
નવેમ્બર માસમાં ધાણાની ડીલીવરી માટેનો ભાવ 2.44 ટકા વધીને રૂ.10,520 થઈ ગયો છે. દક્ષિણનાં રાજ્યોમાં તહેવારની મોસમ ચાલુ થતાં તેની માંગમાં વધારો થયો છે.

જો કે ગયા વર્ષ કરતાં ઉત્પાદનમાં 60 ટકા જેટલો ઘટાડો થવાથી ભાવ વધવાની સંભાવના છે. તેથી ભાવ વધવાનો સિલસીલો ચાલુ રહેશે.


આ પણ વાંચો :