1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: વોશિંગ્ટન , શનિવાર, 3 ઑક્ટોબર 2009 (13:43 IST)

26 વર્ષમાં અમેરિકાનો બેરોજગારી દર સર્વોચ્ચ

અમેરિકામાં બેરોજગારીનો દર સપ્ટેમ્બરમાં વધીને 9.8 ટકા થઈ ગયો છે જે 26 વર્ષમાં સર્વાધિક છે.

બેરોજગારીમાં આ વધારો એવા સમયે થયો છે જ્યારે દુનિયાની આ સૌથી મોટી અર્થવ્યવસ્થા વૈશ્વિક મંદીમાંથી નીકળવાના પ્રયત્નો કરી રહી છે. ચાલુ સપ્તાહમાં જ 2,63,000 નોકરીઓ ગઈ છે.

અમેરિકામાં સપ્ટેમ્બરનો બેરોજગારી દર 1983 કરતાં પણ વધારે છે. આ દરમિયાન નિર્માણ, પોતાનો વ્યવસાય, વિનિર્માણ તેમજ સરકારી ક્ષેત્રમાં નોકરીઓ ગઈ છે.