રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 25 નવેમ્બર 2016 (17:37 IST)

માર્કેટમાં 500ના બે પ્રકારના નોટ.. લોકોને ઓળખવવામાં મુશ્કેલી..RBI એ માની પ્રિંટિગ મિસ્ટેક

500 રૂપિયાના નવા નોટને આવીને હજુ બે અઠવાડિયા થયા છે. પણ માર્કેટમાં બે પ્રકારના નોટ મળવાથી લોકોને પરેશાની થઈ રહી છે. તે અસલી અને નકલીને લઈને  પરેશાન છે. આ નોટોમાં અનેક નાના-નાના ફરક છે. બીજી બાજુ આરબીઆઈએ આ નોટમાં મિસ્ટેકની વાત માની લીધી છે. ઉલ્લેખનીય છે કે મોદી સરકારે 8 નવેમ્બરની અડધી રાતથી 500 અને 1000ના નોટ બંધ કરી દીધા હતા. તેમના સ્થાને 500 અને 2000ના નવા નોટ રજુ કર્યા હતા. જાણો નવા 500ના નોટમાં કેવા પ્રકારનો ફેરફાર છે... 
 
#500ના નવા નોટમાં જોવા મળ્યો આ ફરક 
1. એક નોટમાં ગાંધીજીની પડછાયો વધુ દેખાય રહ્યો છે. જ્યારે કે આ જ રીતે બીજી નોટમાં ઓછો છે. 
2. સીરિયલ નંબરમાં પણ ફરક 
3. અશોક સ્તંભનુ એલાઈનમેંટ અને સાઈઝ જુદી જુદી 
4. સિક્યોરિટી થ્રેડના પ્લેસમેંટમાં પણ ફરક છે. એક નોટમાં પ્લેસમેંટ યોગ્ય છે. જ્યારે કે બીજામાં ખૂબ દૂર છે. 
5. સીરિયલ નંબરની સાઈઝમાં પણ ફરક છે. 
6. આ નોટમાં કિનારાની સાઈઝમાં પણ ખૂબ ફરક 
7. આ નોટના કલરમાં પણ અંતર જોવા મળ્યુ. એકમાં આછા રંગની છપાઈ હતી તો બીજામાં ઓરિજિનલ 
 
# શુ કહ્યુ છે આરબીઆઈ એ ? 
 
- આરબીઆઈની સ્પોક્સપર્સન અલ્પના કિલ્લાવાલાએ મીડિયાને જણાવ્યુ - નોટબંધીને કારણે આ પ્રિટિંગ મિસ્ટેક હોઈ શકે છે. લોકો તેને સ્વીકાર કરી શકે છે કે પછી આરબીઆઈને પરત કરી શકે છે. 
 
#500 રૂપિયાના નવા નોટના ફીચર્સ 
 
1. નોટની આગળની બાજુ સી થ્રૂ રજિસ્ટરમાં પાંચ સો રૂપિયા લખ્યા છે. આઈડેંટિફિકેશન માર્ક ઉપર દેખાતી ફૂલ જેવી આકૃતિ સી થ્રૂ રજિસ્ટારના નામથી ઓળખાય છે. 
2. 500 રૂપિયાની લેટેંટ ઈમેજ છે. ગાંધીજીની ફોટોના સાઈડમાં લેટેંટ ઈમેજ છે. તેમા જેટલાની નોટ છે તેની સંખ્યા લખેલી છે. 
3. દેવનાગીરીમાં નોટ પર વેલ્યૂ મતલબ 500 લખ્યુ છે. 
4. આની વચ્ચે મહાત્મા ગાંધીની પ્રોટ્રેટ છે. પહેલા આ નોટ જમણી બાજુ હતી 
5. જમણી બાજુ સિક્યોરિટી થ્રેડ છે. નોટને નમાવતા તેનો કલર થ્રેડ, ગ્રીનથી બ્લૂમાં ફેરવાય છે. 
6. નોટની જમણી બાજુ પ્રૉમિસ ક્લોઝ અને ગવર્નરના સિગ્નેચર છે. બીજી બાજુ આરબેઆઈનુ ચિન્હ છે. 
7. પોટ્રેટ અને ઈલેક્ટ્રોટાઈપ વોટરમાર્ક છે. 
8. નોટની ઉપરથી લેફ્ટ બાજુ અને નીચેની રાઈટ સાઈડ નંબર પેનલ છે. પેનલમાં નંબર નાનાથી મોટા થાય છે. 
9. નીચેથી જમણી બાજુ રૂપિયાના સિંબલ સાથે નોટની નંબરવાળી વેલ્યૂ છે. આ ગ્રીનમાંથી બ્લૂમાં બદલાય જાય છે. 
10. નોટની જમણી બાજુ જ અશોક સિંહસ્તંભ છે. નબળી આંખોવાળા માટે મહાત્મા ગાંધીની પોટ્રેટ, અશોક સ્તંભ અને બ્લીડ લાઈન અને આઈડેંટિટી માર્ક ઉભરેલો છે. 
11. રાઈટ સાઈડમાં રેકટ્રાઈંગલનુ સાઈન ઉભરેલુ છે. જેમા 500 લખ્યુ છે. 
12. લેફ્ટ અને રાઈટ સાઈડ સાત એંગુલર બ્લીડ લાઈન ઉભરાયેલ છે. નોટની પાછળ લાલ કિલ્લાનો ફોટો છે. 
 
1987માં આવી હતી 500 રૂપિયાની નોટ 
 
- 500 રૂપિયાની નોટ ઓક્ટોબર 1987માં કાઢવામાં આવી હતી. જ્યારે કે એક હજાર રૂપિયાની નોટ નવેમ્બર 2000માં પરત કરવામાં આવી હતી. 
- ત્યારે ઈન્ફલેશનને કારણથી નોટ્સના વોલ્યૂમને કંટ્રોલ કરવાની કોશિશ કરવામાં આવી હતી.