સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 10 ઑક્ટોબર 2022 (13:38 IST)

5Gના નામે થતાં ફ્રોડથી બચો - અકાઉંટ થઈ શકે છે ખાલી, વાંચો અને સાવધાન રહો

કહેવામાં આવી રહ્યુ છે કે 4G કરતા 5G માં 10 ગણી તીવ્ર સ્પીડ મળશે. 5G Launch થયા પછી લોકોને તેના ઘણા ફાયદા મળશે પણ તેની સાથે સાથે અમે તેના કેટલાક નુકશાન પણ જોવા મળી શકે છે.  5G ના નામે દગાબાજ ચપટીમાં તમારો અકાઉંત સાફ કરી શકે છે. દ ઈકોનોમિક્સની એક રિપોર્ટના મુજબ વિશેષજ્ઞોનો કહેવુ છે કે 5G લાંચ થયા પછી  SIM Swap Fraudsમાં વધારો થઈ શકે છે. તેણે કહ્યુ કે ટેલીકૉમ કંપનીઓને SIM Swap ફ્રાડથી બચવા માટે ગ્રાહકોને જાગરૂક કરવાની જરોર પડશે કારણ કે  5G services નો ઉપયોગ કરવા માટે ગ્રાહકોને સિમ કાર્ડ અપગ્રેડ કરાવવાની જરૂર પડશે અને હેકર્સ તેનો ફાયદો ઉઠાવી શકે છે. જેનાથી 
 
છેતરપિંડીની શકયતા વધી જશે. 
 
5Gના નામે થતાં ફ્રોડથી થતા નુકશાન  
હકીકતમા સિમ સ્વેપ ફ્રોડ ત્યારે હોય છે જ્યારે છેતરપિંડી કરનાર ફર્જી કૉલ, ફિશિંગ વગેરેના માધ્યમથી કોઈ ગ્રાહકના વિશે જાણકારી મેળવે છે અને તે જ નંબર પર એક નવા સિમ કાર્ડ રજિઓ કરવા માટે ટેલીકોન સર્વિસ પ્રોવાડરથી સંપર્ક કરવા માટે ચોરાવેલી જાણકારીનો ઉપયોગ કરે છે. સિમ કાર્ડ રજૂ કર્યા પછી ગ્રાહકની પાસે જૂનો સિમ ડીએક્ટિવ થઈ જાય છે અને નંબર પર બધા કમ્યુનિકેશન ફ્રોડને મળવા લાગે છે. આ સ્કેમરને બેંકિંગ વન-ટાઈમ પાસવર્ડ (OTP) જેવી જાણકારી સુધી પહોંચવાની પરવાનગી આપે છે. જેનાથી તે પીડિતના અકાઉંટથી સરળતાથી પૈસા ચોરાવી શકે છે. આ ચોતી થયેલા ફોનની બાબતમાં પણ થઈ શકે છે કે ત્યારે જ્યારે અજાણ ગ્રાહક અજ્ઞાત લિંક પર કિલ્ક કરે છે કે છેતરપિંડી કરનારને સિમને રિમોટલી ડુપ્લિકેટ કરવા અને ઓટીપી સુધી પહૉંચવાની પરવાનગી આપે છે.