બુધવાર, 4 ફેબ્રુઆરી 2026
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: અમદાવાદઃ , બુધવાર, 29 એપ્રિલ 2015 (17:47 IST)

અને આખરે ૧પ મી મે સુધી એડવાન્સ ટેક્સની મુદ્દત લંબાવાશે, રીબેટ મળશે

સુધી એડવાન્સ ટેક્સ
અમદાવાદ કોર્પોરેશનની એડ્વાન્સ પ્રોપર્ટી ટેકસમાં દસ ટકા રિબેટ યોજનાની૩૦ એપ્રિલે છેલ્લી તારીખ છે. આ યોજનાને વધુ ૧પ દિવસ એટલે કે તા.૧પ મે સુધી લંબાવવામાં આવે તેવી શકયતા છે.  ગયા નાણાકીય વર્ષ ર૦૧૪-૧પમાં યોજનાને તા.૧પ મે સુધી લંબાવાઇ હતી.

ર૦૧પ-૧૬માં ઇ-ગવર્નન્સની કામગીરી માઇક્રોટેકને બદલે ટીસીએસને સોંપાઇ છે, ટીસીએસ કંપનીએ ટેકઓવર કરવામાં વિલંબ કરતાં છેક તા.૧૬-૧૭ એપ્રિલ સુધી પ્રોપર્ટી ટેકસનું ઓનલાઇન પેમેન્ટ ઠપ થઇ ગયું  હતું, જેના કારણે મ્યુનિ.ને કોર્પોરેટ કંપનીનો એડ્વાન્સ ટેકસ મેળવવામાં મુશ્કેલી પડી છે.