CNG બાદ PNGના ભાવમાં ધરખમ વધારો
મોંઘવારીએ તો ગૃહિણીઓની કમર ભાંગી નાંખી છે. રસોડામાં વપરાતી તમામ વસ્તુઆનો ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે હવે તો ઘરમાં રસોઇ કરવી પણ મોંઘી બની છે કારણ કે , દૂધ, તેલ, શાકભાજી, કઠોળ સહિતના તમામ ભાવમાં વઘારો થઇ રહ્યો છે
ચરોતર ગેસ દ્વારા CNG બાદ PNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ચરોતર ગેસ દ્વારા PNG ગેસમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આણંદ જિલ્લાના 50થી વધુ ગામમાં ચરોતર ગેસ PNG સપ્લાય કરે છે. છેલ્લા 12 દિવસમાં PNG ગેસમાં 6 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. એક તરફ શાળાની હાઇ ફી તો બીજી તરફ જીવન જરુરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા મધ્યમવર્ગે તો પીસાવાનો વારો આવ્યો છે.