1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (18:04 IST)

મોંઘવારીની વધુ એક માર, શાકભાજીના ભાવ આસમાનને પાર, જાણો શાકભાજીના નવા ભાવ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડાકો થતા જ ટ્રાંસપોર્ટના નામે અનેક ખાદ્ય સામગ્રીઓના ભાવ વધતા જાય છે, રાજયમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે શાકભાજીના પાકને અસર પહોંચી છે. જેને પગલે શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે. વરસાદના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થતા ભાવ વધ્યા હોવાનું વેપારી જણાવી રહ્યાં છે. વરસાદને કારણે ગવાર, ચોરી, ભીંડા, દૂધી, રીંગણ, કોથમીર અને ફુલાવરના શાકભાજીના પાકને ભારે અસર થઇ છે.
 
દક્ષિણ ગુજરાતમાં વરસાદના કારણે શાકને ભારે નુકશાન પહોંચ્યું છે. સાથે જ પરપ્રાંતમાંથી આવતી શાકભાજીની આવક ઘટતા પણ ભાવને અસર થઇ છે. અત્યારની સ્થિતિ પ્રમાણે 50 થી 60 ટકા શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે વરસાદને કારણે શાકભાજીના પાકને 50 થી 60 ટકા નુકશાન થયું છે. અને ચોમાસામાં શાકભાજીના સમયે પુષ્કળ વરસાદ પડતાં પાકને નુકશાન થતા ભાવ વધ્યો હોવાનું વેપારી જણાવી રહ્યાં છે. સાથે જ વરસાદ ઘટે તો નવો પાક આવે અને ભાવ ઘટે તેવું પણ વેપારી જણાવે છે. અને, આગામી 2 મહિના સુધી ભાવ ઘટવાની શકયતા ઓછી હોવાનું વેપારીએ ઉમેર્યું છે.
 
હોલસેલમાં કિલોના શાકભાજીના ભાવ આ પ્રમાણે છે.
 
- રીંગણ 20 થી 25 રૂપિયા
- ફુલાવર 25 થી 30 રૂપિયા
- કોબીજ 12 થી 15 રૂપિયા
- ગિલોડા 75થી 90 રૂપિયા
-  દૂધી 20 થી 25 રૂપિયા
- કોથમીર 50 રૂપિયા
-  મરચાં 20 રૂપિયા
-  તુવેર 80 થી 90 રૂપિયા
- વટાણા 120 થી 140 રૂપિયા