સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: રવિવાર, 26 સપ્ટેમ્બર 2021 (15:00 IST)

એશિયામનીના સર્વેક્ષણ 2021માં એચડીએફસી બેંક મોસ્ટ આઉસ્ટેન્ડીંગ કંપની જાહેર થઈ

પ્રસિધ્ધ પ્રકાશન Asiamoney.એ કરેલા સર્વેક્ષણમાં HDFC Bank Ltd.ને ‘Overall Most Outstanding Company in India,’ જાહેર કરવામાં આવી છે. એશિયાઝ આઉટસ્ટેન્ડીંગ  કંપનીઝ પોલ તરીકે ઓળખાતા આ સર્વેક્ષણમાં ફાયનાન્સિયલ માપદંડ,  મેનેજમેન્ટટીમ એક્સેલન્સ, ઈનવેસ્ટર્સ રિલેશન્સ અને સીએસઆરના પ્રયાસો જેવી બાબતો અંગે સ્વીકૃતી આપવાની હતી.
 
આ  ઉપરાંત આ સર્વેક્ષણનો ઉદ્દેશ, કંપની  જે ક્ષેત્રોમાં કામગીરી કરે છે તેવી2 કેટેગરીમાં વહેંચાયેલી કંપનીઓએ સ્વીકૃતી આપવાની હતી.1070થી વધુ ફંડ મેનેજર્સ, વિશ્લેષકો, બેંકર્સ અને રેટીંગ એજન્સીઓએ તા. 16 જુલાઈ,2021ના રોજ પૂરા થયેલામતદાનમાં ભાગ લીધો હતો. એચડીએફસી બેંકને ભારતની લીસ્ટેડ કંપનીઓમાંસૌથી વધુ મત હાંસલ થયાહતા. જેને કારણે એચડીએફસી બેંકને ‘Overall Most Outstanding Company in India.’જાહેર કરવામાં આવી છે.
 
'ઓવરઑલ મોસ્ટ આઉસ્ટેન્ડીંગ કંપની ઈન ઈન્ડીયા 'જાહેર કરવામાં ઉપરાંત આ પ્રકારનુ સર્વેક્ષણ શરૂ થયુ ત્યારથી એટલે કે વર્ષ 2018થી બેંકને સતત ચોથા વર્ષે‘Most Outstanding Company in India – Banking Sector,’ પણ જાહેર કરવામાં આવી રહી છે.
 
એચડીએફસી બેંકના સીએફઓ શ્રીનિવાસન વૈદ્યનાથન જણાવે છે કે "એશિયામની સર્વેક્ષણમાંઅમને જે સર્વોચ્ચ બહુમાનહાંસલ થયુ તે અમે નમ્રભાવે સ્વીકારીએ છીએ.  વધુમાં બેંકમાં વિશ્વાસ મુકીને આ સર્વેક્ષણમાં સામેલ થવા બદલ અમે સર્વેમાં સામેલ થનારા લોકોના આભારી અને આનંદિત છીએ"