મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 5 જાન્યુઆરી 2023 (15:33 IST)

એમેઝોન 18 હજારથી વધુ કર્મચારીઓની કરશે છટણી

અમેરિકાની ટેક ઈન્ડસ્ટ્રીમાં લોકોને નોકરીમાંથી કાઢી મૂકવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે.
 
ટ્વિટર અને ફેસબુક બાદ હવે એમેઝોને પણ તેના હજારો કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે.
 
એમેઝોનના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર એન્ડી જેસીએ પોતાના કર્મચારીઓને લખેલી નોટમાં આ જાણકારી આપી છે.
 
તેમણે લખ્યું છે કે, અસરગ્રસ્ત કર્મચારીઓને 18 જાન્યુઆરીથી માહિતી મળવાનું શરૂ થઈ જશે.
 
આ કર્મચારીઓની સંખ્યા 18,000થી વધુ હોવાનું કહેવાય છે, જે કંપનીના કુલ ત્રણ લાખ લોકોના સ્ટાફના છ ટકા છે.
 
એમેઝોને આ પહેલા નવેમ્બરમાં માહિતી આપી હતી કે, તે ખર્ચ ઘટાડવા માટે તેના કેટલાક કર્મચારીઓની છટણી કરશે.